Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરચેક રિટર્ન કેસમાં નિર્દોષ છૂટકારો

ચેક રિટર્ન કેસમાં નિર્દોષ છૂટકારો

- Advertisement -

જામનગરમાં રહેતાં ચાવડા સુનીલ નાનજીભાઈ દ્વારા જામનગરની અદાલતમાં પીયુશ દિલીપભાઈ જોઇશર સામે ધી નેગોશિયેબલ ઈન્સ્ટુ્રમેન્ટ એકટની કલમ 138 મુજબ ફરિયાદ દાખલ કરી હતી. તેમાં જણાવેલ કે, ફરિયાદી ઈંટો વેંચવાનો વ્યવસાય કરે છે ફરિયાદી પાસેથી આરોપી પિયુશભાઈને ઈંટોની ખરીદી કરી હતી. જે ઈંટોની ખરીદીની બાકી રકમ રૂા.1,72,000 આરોપી પાસે બાકી નિકળતા હતાં તે રકમની પરત ચૂકવણી અંગે આરોપીએ ફરિયાદીને આઇસીઆઈસીઆઈ બેંકનો ચેક આપ્યો હતો. જે ચેક ફરિયાદીએ પોતાના બેંક ખાતામાં ભરતા નાણાના અભાવે પરત ફરતા ફરિયાદીએ વકીલ મારફત આરોપીને નોટિસ મોકલેલ જે નોટિસ જવા છતાં આરોપીએ ચેક મુજબની રકમ વસૂલ નહીં આપતા ફરિયાદીને જામનગરની અદાલતમાં ધી નેગોશિયેબલ ઈન્સ્ટુ્રમેન્ટ એકટની કલમ 138 મુજબ કેસ દાખલ કર્યો હતો. તે કેસ ચાલી જતાં તમામ દલીલ ધ્યાને લઇ જામનગર એડીશનલ ચીફ જયુડીશીયલ મેજીસ્ટે્રટ સી.કે. પીપલિયા દ્વારા આરોપી પીયુશ દીલીપભાઈ જોઇશરને નિર્દોષ ઠરાવી છોડી મૂકવા હુકમ કરેલ છે. આરોપી તરફે વકીલ કલ્પેશ એ. ફલિયા રોકાયા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular