Tuesday, December 24, 2024
Homeરાજ્યકલ્યાણપુર પંથકમાં બાળા પર દુષ્કર્મના આરોપીને આઠ વર્ષની સખત કેદ

કલ્યાણપુર પંથકમાં બાળા પર દુષ્કર્મના આરોપીને આઠ વર્ષની સખત કેદ

- Advertisement -

કલ્યાણપુર તાલુકાના ખીરસરા ગામે રહેતા રાણા ઉર્ફે ધનુ મેપાભાઈ વાઘ નામના આશરે 25 વર્ષના શખ્સ સામે ગત તા. 11 એપ્રિલ 2018 ના રોજ આશરે 8 વર્ષની બાળા પર દુષ્કર્મ ગુજારવા સબબ બળાત્કારની કલમ 376, 511 તથા પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

- Advertisement -

જે સંદર્ભે સ્થાનિક પોલીસ દ્વારા કરવામાં આવેલી ઝીણવટભરી તપાસ તથા પુરાવાઓ એકત્ર કર્યા બાદ ઉપરોક્ત આરોપી સામે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવ્યું હતું. આ પ્રકરણમાં જિલ્લા સરકારી વકીલ લાખાભાઈ ચાવડા તથા દીપક ત્રિવેદી દ્વારા રજુ કરવામાં આવેલી દલીલો તથા આધાર પુરાવાઓને લઈને નામદાર અદાલતે આરોપી રાણા ઉર્ફે ધનુ મેપાભાઈ વાઘને આઠ વર્ષની સખત કેદ તથા રૂપિયા 4,000 ની રોકડ રકમનો દંડ ફટકારતો હુકમ કર્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular