Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરસગીરા સાથે દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની સખત કેદ તથા 10,000નો દંડ

સગીરા સાથે દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની સખત કેદ તથા 10,000નો દંડ

ભોગ બનનારને વળતર પેટે રૂા. બે લાખ ચૂકવવા હુકમ

જામનગરની પોક્સો અદાલતે સગીરા સાથેના દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની સખત કેદની સજા અને રૂા. 10 હજારનો દંડ તથા ભોગ બનનારને વળતર પેટે રૂા. બે લાખ ચૂકવવા હુકમ કર્યો છે.

- Advertisement -

આ કેસની વિગત મુજબ વર્ષ – 2021 માં ફરીયાદી/ભોગબનનાર ધ્વારા આરોપી ધનંજય ઉર્ફે ધનો ઉર્ફે ધર્મેશ અમૃતલાલ જોશી ભોગબનનાર સગીરાના ઘરની બાજુમાં ભાડાના મકાનમાં રહેતો હતો અને ભોગબનનાર આરોપીના ઘરે રમવા જતી ત્યારે ભોગબનનારની સગીર વયની અવસ્થાનો લાભલઈ, ભોગબનનાર સાથે તેની મરજી વિરૂધ્ધ અવારનવાર શરીર સંબંધ બાંધી, ભોગબનનાર નું શારીરિક શોષણ કર્યા અંગેની ફરીયાદ સીટી એ ડીવી. પો.સ્ટે.માં નોંધાયેલ હતી. જે ફરીયાદના આધારે તપાસ કરનાર પોલીસ અધિકારી ધ્વારા ગુનાની તપાસ કરી આરોપી વિરૂધ્ધ ગુનો નોંધી પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.

જે કેસ જામનગરની સ્પે. પોકસો અદાલતમાં ચાલી જતા ભોગબનનાર, ફરીયાદી, મેડીકલ ઓફીસરની જુબાની તથા સરકાર પક્ષે રજુ કરવામાં આવેલ 30 જેટલા દસ્તાવેજી પુરાવાઓ, તેમજ સરકાર પક્ષે મુખ્ય જીલ્લા સરકારી વકીલ જમન કે. ભંડેરીએ અદાલત સમક્ષ ધારદાર દલીલ કરતાં દુષ્કૃત્યથી જીવન પર્યંત માનસિક અસર પડે છે. આરોપી સામે પ્રથમદર્શનીય કેસ હોય આથી આવા સંજોગોમાં સગીર બાળા ઉપર થયેલ દુષ્કર્મના ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ સમાજમાં દાખલો બેસે તેથી જામનગરની સ્પે. પોક્સો અદાલતના ન્યાયાધીશ વી.પી.અગ્રવાલે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ આરોપીને તકસીરવાન ઠરાવી 10 વર્ષની સખત કેદની સજા તથા રૂા. 10,000/- ના દંડનો હુકમ ફરમાવેલ છે તથા દંડ ન ભરે તો વધુ એક વર્ષની સાદી કેદની સજા, તેમજ ભોગબનનારને વિકટીમ કમ્પેન્સેશન સ્કીમ હેઠળ વળતર પેટે રૂા. 2,00,000/- ચુકવવાનો હુકમ કર્યો છે.

- Advertisement -

આ કેસની વિશેષતા એવી છે કે, ભોગબનનાર પોતાના પરિવારથી કંટાળી જઈને ટ્રેનમાં બેસી અમદાવાદથી સુરત જતી ટ્રેનમાં નવસારી પોતાની બહેનના ઘરે જતા વડોદરા નજીક ટ્રેનમાંથી કુદી આત્મહત્યા કરવા જતા એક સેવાભાવી વ્યક્તિએ તેમને બચાવી અને શા માટે આત્મહત્યા કરવી છે? ને અંગેની સઘળી હકીકતો જાણી અને આ સેવાભાવી વ્યક્તિએ તેણીને જામનગર પોલીસ સ્ટેશને લઈ જઈ આરોપી વિરૂધ્ધ ફરિયાદ કરાવી હતી. આમ, આ સેવાભાવી વ્યકિતએ આ ગુનાના કામે ખુબ જ ઉમદા કામગીરી બજાવેલ હતી. આ કેસમાં સરકાર પક્ષે જીલ્લા સરકારી વકીલ જમન કે. ભંડેરી રોકાયેલ હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular