કાલાવડમાં રહેતાં શખ્સે સાત વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચરવાના કેસમાં સ્પે. કોર્ટ દ્વારા આરોપીને 10 વર્ષની સજા તથા રૂા.5000નો દંડ અને ભોગ બનનારને રૂા.4,00,000 કમ્પનસેશનનો હુકમ કર્યો છે.
આ કેસની વિગત એવી છે કે, ફરિયાદીની 7 વર્ષની સગીર વયની પુત્રીને તેના પાડોશમાં રહેતાં આરોપી વિનોદ ઉર્ફે મામા કડવાભાઇ પરમાર(રહે.મીઠી વિરડી, પુલના છેડે, કાલાવડ) દ્વારા તા.3/2/2019ના રોજ ફરિયાદી બકાલુ લેવા ગયા હોય આરોપીએ ભોગ બનનારને બીડી લેવા માટે જવું છે તને રૂપિયા વાપરવા આપુ તેમ કહી પોતાના ઘરે બોલાવી રૂમમાં દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનમાં આઇપીસી કલમ 354, પોકસો કલમ 4,6,8,12 મુજબ ફરિયાદ નોંધાવી હતી. આ કેસ સ્પેશ્યલ કોર્ટમાં ચાલી જતાં આરોપીને તકસીરવાન ઠરાવી આઇપીસી 354 મુજબ બે વર્ષની સજા, પોકસો કલમ 4 મુજબ 7 વર્ષની સજા, પોકસો કલમ 6 મુજબ 10 વર્ષની સજા, કલમ 8 મુજબ 3 વર્ષની સજા તથા કલમ 12 મુજબ 3 વર્ષની સજા તથા તમામ કલમો રૂા.1000 મળી કુલ રૂા.5000નો દંડ તથા તમામ દંડ ન ભરે તો વધુ એક માસની સજા તથા ભોગબનનારને કમ્પનસેશનના રૂા.4,00,000નો હુકમ સ્પે. કોર્ટેએ કર્યો છે. આ કેસમાં સરકારી વકીલ તરીકે ભારતીબેન વાદી રોકાયા હતાં.