જામનગર શહેરમાંથી થયેલી બે ઘરફોડ ચોરીમાં તસ્કરને પોલીસે ઝડપી લઇ રોકડ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ જામનગર શહેરમાં સીટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનના વિસ્તારમાં થયેલી બે ઘરફોડ ચોરીમાં સંડોવાયેલા તસ્કર અંગેની મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસ વડા દિપેન ભદ્રનની સુચનાથી એએસપી નિતિશ પાંડેયના માર્ગદર્શન હેઠળ પીઆઇ કે.એલ.ગાધે, પીએસઆઇ આર.એલ.ઓડેદરા, હેકો.ધર્મેન્દ્રસિંહ ઝાલા, હિતેશ ચાવડા, પ્રદિપસિંહ જાડેજા, પોકો.ફિરોઝ ખફી, વિજય કારેણા, રવી શર્મા, વિજય કાનાણી, યુવરાજસિંહ ઝાલા, મહેન્દ્રસિંહ જાડેજા, પ્રદિપસિંહ રાણા સહિતના સ્ટાફે વોત ગોઠવી ગોકુલનગર પાણા ખાણ વિસ્તારમાં રહેતાં લખમણ માંડણ અસ્વાર નામના શખ્સને દબોચી લઇ તેની પાસેથી રૂા.21,800 અને 58,400 મળીને કુલ રૂા.80,200ની ચોરી કરેલી રોકડ રકમ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ બંન્ને ચોરીમાં રૂા.1,60,000 અને અન્ય ચોરીમાં રૂા.1.45 લાખની રોકડની ચોરી થઇ હતી.
જામનગરમાંથી બે ઘરફોડ ચોરીનો તસ્કર ઝડપાયો
સીટી-સી ડિવિઝને ગોકુલનગરમાંથી દબોચ્યો : રૂા.80,200ની રોકડ કબ્જે