જામનગર શહેરના ખોડિયાર કોલોની વિસ્તારમાં બેંક પાસે થયેલી લૂંટની ઘટનામાં નામચીન ફરારી આરોપીને પોલીસે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં ખોડિયાર કોલોની વિસ્તારમાં નવાનગર બેંક પાસેથી થયેલી લૂંટની ઘટનામાં નાસ્તો ફરતો નામચીન શખ્સ દિવ્યરાજસિંહ ઉર્ફે દિવલો ડોન મંગળસિંહ ચૌહાણ નામનો શખ્સ જામનગરમાં આવ્યો હોવાની પો.કો. મહેન્દ્રસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે પીઆઇ કે.એલ.ગાધે, પીએસઆઇ આર.એલ. ઓડેદરા, હે.કો.ધર્મેન્દ્રસિંહ ઝાલા, હિતેશ ચાવડા, જાવેદ વજગોળ, પ્રદિપસિંહ જાડેજા, પોકો.ફિરોઝ ખફી, વિજય કારેણા, પ્રદિપસિંહ રાણા, હિતેશ મકવાણા, મહેન્દ્રસિંહ જાડેજા, વિજય કાનાણી, રવિ શર્મા સહિતનાએ પેટ્રોલિંગ દરમિયાન શાંતિનગરમાં રહેતા દિવલા ડોનને ઝડપી લઇ આગળની કાર્યવાહી કરી હતી.