જર્મનીની 95 વર્ષની એક મહિલા પર 10 હજાર લોકોની હત્યામાં સામેલ હોવાનો આરોપ લાગ્યો છે, આ ઘટના વર્ષ 1943 થી 1945ની વચ્ચેની છે. મહિલા પર આરોપ લાગ્યો ત્યારે તે સગીર વયની હતી. માટે તેના પર સુનાવણી જુવેનાઈલ કોર્ટમાં ચાલી શકે છે.
આ મહિલા બીજા વિશ્વયુદ્ધના સમય વર્ષ 1943થી 1945 દરમિયાન નાઝીઓના કબજાવાળા કેમ્પ પોલોન્ડના સ્ટટશોફ કેમ્પનમાં તહેનાત હતી. આ મહિલા જૂન 1943થી એપ્રિલ 1945 વચ્ચે સ્ટેનોગ્રાફર અને કેમ્પની સેક્રેટરી કમાન્ડર તરીકે કામ કરતી હતી. મહિલાએ 2019માં એક જર્મન રેડિયો ઈન્ટરવ્યુમાં દાવો કર્યો હતો કે વિશ્વ યુદ્ધ સમાપ્ત થયા પછી પણ તેમને માહિતી મળી હતી કે કેમ્પમાં લોકોને મારવામાં આવી રહ્યા છે. જોકે ઘટના સમયે મહિલા સગીર હતી. મહિલા પર આરોપ લગાવવામાં આવ્યો છે કે યહૂદી કેદીઓની હત્યામાં જે લોકોનો હાથ હતો તેમની મદદ આ મહિલા કરતી હતી. 2011માં જર્મનીમાં નક્કી કરવામાં આવ્યુ કે નરસંહારના મામલામાં કાર્યવાહી માટેના સમયમાં વધારો કરવામાં આવશે અને અપરાધમાં જે સીધી રીતે સામેલ નહી હશે તેમના પર પણ કાર્યવાહી કરવામાં આવશે