- Advertisement -
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા વિસ્તારમાં આશરે ત્રણેક વર્ષ પૂર્વે એક વાહન અકસ્માતમાં મૃત્યુ નિપજાવવાના પ્રકરણમાં મૂળ દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના રહીશ મહેશ બચુભાઈ સંગોળ સામે ઓખા મરીન પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
આ આરોપી સામે કોર્ટ દ્વારા અગાઉ સીઆરપીસી કલમ 70 મુજબનું વોરંટ ઈસ્યુ થયેલ હોય, છેલ્લા ત્રણેક વર્ષથી નાસતો ફરતો આ શખ્સ કલ્યાણપુર તાલુકાના લીંબડી ગામ નજીક આવ્યો હોવાની બાતમી એલસીબી પોલીસના પેટ્રોલીંગ દરમ્યાન એ.એસ.આઈ. ભરતભાઈ ચાવડા તથા લાખાભાઈ પિંડારિયા અને મસરીભાઈ આહીરને મળતા આ સ્થળેથી ઉપરોક્ત શખ્સને ઝડપી લેવામાં આવ્યો હતો.
- Advertisement -