Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરરૂા.1.81 કરોડની ઓનલાઇન છેતરપિંડીમાં આરોપી પાટણથી ઝડપાયો - VIDEO

રૂા.1.81 કરોડની ઓનલાઇન છેતરપિંડીમાં આરોપી પાટણથી ઝડપાયો – VIDEO

'CAUSEWAY' નામની ફેક એપ્લિકેશન દ્વારા સિનિયર સિટીઝનને શેરબજાર રોકાણના નામે ઠગાયો હતો

જામનગર શહેરના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટાફે નોંધપાત્ર સફળતા હાંસલ કરતા રૂ. 1.81 કરોડની મોટા પાયે ઓનલાઈન છેતરપિંડીના ગુનામાં નાસતો ફરતો આરોપી પાટણથી ઝડપી લીધો છે. આરોપીએ ગુનાહિત કાવતરું રચી એક ફેક ટ્રેડિંગ એપ્લિકેશન “CAUSEWAY” દ્વારા નિવૃત્ત વયના પીડિતને આકર્ષક નફાની લાલચ આપી રોકાણ કરાવ્યું હતું અને ત્યારબાદ રૂપિયા પરત કર્યા વિના ગાયબ થઈ ગયો હતો.

- Advertisement -

આ કેસમાં આરોપી ૩૮ વર્ષીય પાટણના રહેવાસી વૈભવકુમાર હસમુખ પટેલની ધરપકડ આવી છે. જે આરોપી છેલ્લાં છ મહિનાથી નાસતો ફરતો હતો. જામનગર સાઇબર ક્રાઈમ ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પાટણ ખાતે તેના રહેઠાણનું લોકેશન ટ્રેસ કરી તેની સફળ ધરપકડ કરી.

- Advertisement -

આ અંગે આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા B.N.S. કલમ ૩૧૮(૪), ૬૧(૧) તથા આઈ.ટી. એક્ટ કલમ ૬૬(સી), ૬૬(ડી) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

આરોપીઓએ ‘CAUSEWAY’ એપ્લિકેશનને SEBI માન્ય અને US એક્સચેન્જ આધારિત ટ્રેડિંગ પ્લેટફોર્મ તરીકે રજૂ કરી પીડિતને રોકાણ માટે પ્રેરિત કર્યો હતો. રોકાણ બાદ એક પણ રકમ પરત ન મળતા ફરિયાદીએ જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular