Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરસગીર બાળકની જુબાની ગ્રાહ્ય રાખી તેના પિતાના હત્યારાને આજીવન કેદ

સગીર બાળકની જુબાની ગ્રાહ્ય રાખી તેના પિતાના હત્યારાને આજીવન કેદ

- Advertisement -

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ચકચારી ખુન કેસમાં સગીર બાળકની જુબાનીને ગ્રાહ્ય રાખી સેશન્સ કોર્ટના એડીશનલ સેશન્સ જજ ટી.આર. દેસાઈ એ આરોપી મોહન મગનભાઈ પરમારને આજીવન કેદની સજા ફટકારી છે.
જામનગર જીલ્લાના કાલાવડ તાલુકાના ફગાસ ગામે રહી ખેતીકામ કરતાં જગમાલ અજમાલ નામના વ્યકિતને કાલાવડ તાલુકાના નાગપુર ગામે રહેતા આરોપી મોહન મગન ની પત્ની નાથીબેન કે રીસમાશે બેઠી હતી ત્યારે તેના પિતા ના ઘેર અરણા ગામ રહેતી હતી. ગુજનાર જગમાલ અરણા ગામ મુકામે અવાર-નવાર આવતો હોવાથી તેણી સાથે પ્રેમ થઈ ગયો હતો અને તેણીને લઈને પોતાના ગામ નાગપુર મુકામે રહેવા આવી ગયો હતો અને બન્ને મૈત્રી કરાર કરીને સાથે રહેતાં હતાં. આ બાબતની જાણ આરોપીને થતાં તે વાત નો ખાર રાખીને આરોપી મોહન મગન મરણજનાર જગમાલ અજમાલના ગામ ફગાસ ગયો હતો અને જયાં રાત્રીના સમયે ગુજરનાર તેના ત્રણ સગીર સંતાનો સાથે સૂતા હતાં ત્યાં વાડીએ આવી ગુજરનારના સગીર સંતાનોની નજર સામે ગળાના ભાગે છરી મારી, હત્યા કરી પોતાની પત્નીને લઈને ભાગી ગયો હતો. બનાવ સમયે રાત્રીનો સમય હતો તેથી સગીર સંતાનો એ કોઈ ને બોલાવેલ નહી અને સવારના સમયમાં તેઓના કાકા જીણાભાઈ અજમલભાઈને બનાવની વાત કરતાં તેઓએ કાલાવડ પો.સ્ટે. માં બનાવ અન્વયેની ફરીયાદ નોંધાવી હતી. આ ફરીયાદના આધારે તપાસનીસ અધિકારી એમ.આર.ગોંડલીયાએ આરોપીને અટક કરી, તેની વિરૂધ્ધનો પુરાવો મેળવી આરોપી સામે ચાર્જશીટ કર્યું હતું.

- Advertisement -

આ કેસ કમીટ થઈ સેસન્સ કોર્ટ માં ચાલવા આવતાં સરકાર પક્ષે એડી.પબ્લીક પ્રોસી. ધર્મેન્દ્ર એ. જીવરાજાની હાજર રહ્યા હતાં અને સરકાર પક્ષે એડી.પબ્લીક પ્રોસી. એ દલીલ કરી હતી કે, આ કેસમાં બનાવ નજરે જોનાર માત્ર ગુજનારના સંતાન છે અને આઠ વર્ષના સગીર જૂબાની લેતાં પહેલા કોર્ટ દ્વારા યોગ્ય ચકાસણી કરવામાં આવેલ છે ત્યારબાદ આ સાહેદની જુબાની લેવામાં આવેલ છે. આ સાહેદે જે બનાવ બનેલ તે અંગેની પોતે જોયેલ હકીકતના કોર્ટ રૂબરૂ જણાવેલ છે. આ સાથે અન્ય સાહેદો ના પુરાવા ત્થા તપાસનીસ અધિકારી એ મેળવેલ પુરાવાઓ વિગેરે પરથી આઓરાપી એ ગુન્હો કર્યાનું સાબિત થતું હોય અને પ્રોસીકયુશન એ પોતાનો કેસ પુરવાર કરેલ હોય વિગેરે દલીલો માન્ય રાખી એડી. સેસન્સ જજ તેજસ આર. દેસાઈ એ આરોપી મોહન મગન પરમારને આઈ.પી.સી. કલમ 30ર અન્વયે આજીવન કેદ ની ત્યા જી.પી.એકટ અન્વયે રૂા.5,000નો દંડ ની સજા ફરમાવતો હુકમ જાહેર કર્યો હતો. વિશેષ માં કોર્ટ દવારા ગુજરનારના સંતાનો સરકાર તરફથી વળતર મળે તે માટે જીલ્લા કાનુની સેવાસતા મંડળને ભલામણ કરવામાં આવી છે. આ સેસન્સ કેસમાં સરકાર પક્ષે એડી.પબ્લીક પ્રોસીકયુટર ધર્મેન્દૂ જીવરાજાની હાજર રહ્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular