જામનગર જિલ્લામાં વસવાટ કરતાં ફરિયાદી/ભોગ બનનાર બાળકી દ્વારા પોલીસ સ્ટેશનમાં એવી ફરિયાદ જાહેર કરેલ કે, તેઓ જ્યારે ધો. 10માં ભણતા ત્યારે આરોપી તેમના પાછળ પાછળ આવતા અને તેમની પાસેથી મોબાઇલ નંબરની માગણી કરતાં અને તેઓને ફ્રેન્ડશીપ કરવા માટે અવાર-નવાર દબાણ કરતાં અને તેમની છેડતી કરતા હતા અને ધરારથી સંબંધ રાખવાની માગણી કરતો હતો અને જો સંબંધ નહી રાખે તો ભાઇને જાનથી મારી નાખશે તેવી ધમકીઓ આપી અને સગીરાને બ્લેક મેઇલ કરી હતી અને ત્યારબાદ આરોપી સાથે સગીરા ફોનથી વોટસએપથી વાતચીત કરતી તે સમયે સગીરાના ફોટોસ આરોપીએ લઇ લીધા હતા અને તે ફોટા જો સગીરા શારીરિક સંબંધ નહીં રાખે તો વાયરલ કરી અને બદનામ કરવાની ધમકી આરોપી આપતો હતો અને ફરિયાદ જાહેર થયેલ તેનાથી 3 માસ પહેલા રૂા. 5000 બ્લેકમેઇલ કરી અને આરોપીએ પડાવી લીધા હતાં અને ફરિયાદ દાખલ કરતા પહેલાં તા. 29-10-23ના રોજ સગીરા બાથરુમ કરવા માટે ગયેલ ત્યારે આરોપી વંડી ટપી અને સગીરાને બાથરુમમાં લઇ ગયેલ અને તેમના પાસેથી બિભત્સ માગણી કરતા સગીરાએ રાડારાડી કરતા આરોપી નાશી ગયો હતો. આ બાબતની ફરિયાદ સગીરાએ પોલીસ સ્ટેશનમાં આરોપી વિપુલ વીરજીભાઇ સીંધવ સામે ફરિયાદ દાખલ કરી હતી.
જેમાં બળજબરીથી રકમ પડાવી લેવાની કલમ તથા પોકસો એકટની કલમ તથા છેડતીની કલમ મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો અને આરોપીની અટક કરી અને જેલ હવાલે કરવામાં આવ્યો હતો. આરોપી દ્વારા અદાલતમાં જામીન અરજી દાખલ કરવામાં આવી હતી. અદાલતે તમામ હકીકતો ધ્યાને લઇ આરોપી વિપુલ વિરજીભાઇ સીંધવને જામીન મુક્ત કરવાનો હુકમ કર્યો હતો. આ કેસમાં આરોપી તરફે વકીલ રાજેશ ડી. ગોસાઇ, વિશાલ વાય. જાની, હરદેવસિંહ આર. ગોહિલ, પારસ સી. મકવાણા, રજનીકાંત આર. નાખવા, નિતેશ મુછડીયા રોકાયેલા હતાં.