Saturday, December 6, 2025
Homeરાજ્યહાલારલાલપુરમાં પુત્રી ઉપર દુષ્કર્મ આચરનાર નરાધમ પિતાને આજીવન કેદ

લાલપુરમાં પુત્રી ઉપર દુષ્કર્મ આચરનાર નરાધમ પિતાને આજીવન કેદ

ભોગ બનનારને છ લાખનું વળતર ચૂકવવા અદાલતનો આદેશ

લાલપુરમાં નોંધાયેલ સગીર પુત્રી સાથે દુષ્કર્મના કેસમાં અદાલત દ્વારા આરોપી પિતાને આજીવન કેદની સજા ફટકારી છે. તેમજ ભોગ બનનારને વળતર પેટે રૂા. 6 લાખ ચૂકવવા પણ અદાલતે હુકમ કર્યો છે.

- Advertisement -

આ કેસની વિગત મુજબ, ગત તા. 27/12/2018 ના રોજ હસમુખ લલીત પોપટ વિરૂધ્ધ ફરિયાદ નોંધાઇ હતી કે આરોપીની પુત્રી ભોગ બનનાર સાત વર્ષની હતી ત્યારે તેના પિતા શરીરે અડપલા કરતા અને ભોગ બનનાર 10 વર્ષની થઈ ત્યારે આરોપીએ શરીરે અડપલા કરી તેની સાથે જબરજસ્તી કરી બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ આરોપીએ બીજા લગ્ન કર્યા હતાં. તેની સાથે છૂટાછેડા કરી લીધા હતાં. બાદ ફરિયાદના ચાર વર્ષ પૂર્વે રાત્રિના સમયે ભોગ બનનાર ટીવી જોતી હતી ત્યારે આરોપી તેની પાસે આવી બાજુમાં બેસી શરીરે અડપલા કરતા ભોગ બનનારે ના પાડી હતી. જેથી આરોપી ઉશ્કેરાઇ જઇ ભોગ બનનારને અપશબ્દો બોલી માર માર્યો હતો અને મોઢા પર ડુમો આપી શરીર સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ ભોગ બનનારના મેરેજ થઈ ગયા હતાં અને તેના પતિ સાથે છુટાછેડા થઇ જતા લાલપુર પોતાના પિતાને ત્યાં ઘરે આવી હતી. ત્યારે આરોપીએ ભોગ બનનાર સાથે અવાર-નવાર બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યુ હતું. ગત તા.26/12/2018 ના રાત્રિના ભોગ બનનાર સુતા હતાં ત્યારે આરોપી રૂમમાં જઈ ભોગ બનનારને ઉઠાડી શરીરે અડપલા કરવા લાગતા ભોગ બનનારે ના પાડતા આરોપી ઉશ્કેરાઇ જઇ કહેવા લાગેલ કે સુઇ જા નહીંતર હું તને જાનથી મારી નાખીશ એમ કહેતા તેણી ગભરાઇ ગઇ હતી અને તેની ઈચ્છા વિરૂધ્ધ બળજબરીથી શરીર સંબંધ બાંધ્યો હતો. જેથી ભોગ બનનારે લાલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

જે કેસ સ્પે. કોર્ટમાં એમ.કે. ભટ્ટની કોર્ટમાં ચાલી જતા સરકાર તરફે 19 જેટલા સાક્ષીઓને તપાસી દસ્તાવેજી પુરાવા તથા સરકારી વકીલની દલીલ ધ્યાને લઇ આરોપીને તકસીરવાન ઠરાવી આઈપીસી 376 (2) મુજબ આજીવન કેદની સજા એટલે કે છેલ્લાં શ્ર્વાસ સુધીની સજા તથા રૂા.10 હજારનો દંડ અને દંડ ન ભરે તો વધુ એક માસની સજા તથા આઈપીસી 354 મુજબ પાંચ વર્ષની સજા અને રૂા.10 હજારનો દંડ અને દંડ ન ભરે તો વધુ એક માસની સજા તેમજ દંડની રકમ ભોગ બનનારને ચૂકવવી તથા ભોગ બનનારને કમ્પનસેશનના રૂા.6 લાખ ચૂકવવા સ્પે. કોર્ટમાં એમ.કે.ભટ્ટ એ હુકમ કર્યો છે. આ કેસમાં સરકારી વકીલ તરીકે ભારતીબેન વાદી રોકાયા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular