Sunday, September 8, 2024
Homeરાજ્યજામનગરશિવરાજપૂર બીચના બોગસ દસ્તાવેજ બનાવી જમીન પચાવી પાડવાના કેસમાં આરોપીના આગોતરા જામીન...

શિવરાજપૂર બીચના બોગસ દસ્તાવેજ બનાવી જમીન પચાવી પાડવાના કેસમાં આરોપીના આગોતરા જામીન નામંજૂર

- Advertisement -

દ્વારકાના શિવરાજપૂર બીચના ચર્ચિત એવા બોગસ દસ્તાવેજ બનાવી જમીન પચાવી પાડવાના કેસમાં આરોપી વકીલ સંજીવ ચાંદલીયાની આગોતરા જામીન અરજી હાઈકોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવતાં હાલ આ કેસ સીઆઈડી હસ્તક હોય આરોપીની શોધખોળ માટે સીઆઈડી કામે લાગી છે.

- Advertisement -

કરોડો રૂપિયાની કિમતી જમીન પર બોગસ દસ્તાવેજ બનાવી જમીન પચાવી પાડવાના કારસા મા આરોપીઓ વિરૂધ્ધ સી આઈ ડી ક્રાઇમમા ફરિયાદ થઈ હતી જેમાં ઈઈંઉ ક્રાઇમમાં મહિલા પી આઈ એમ પી હુંબલને આ કેસની તપાસ ચલાવતા હતાં.

શિવરાજપુર ગામે આવેલ 11 એકર જામીન પર વકીલ અને તેના પરિવાર દ્વારા સ્થાનિક અધિકારી તેમજ અન્ય દ્વારા સાથે મળી એક આસામીની 11 એકર જમીન પચાવી પાડવાની ફરિયાદ રાજકોટ ખાતે સીઆઇડી ક્રાઈમ વિભાગમાં નોંધાવવામાં આવતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો હતો.

- Advertisement -

આ સમગ્ર પ્રકરણ સંદર્ભે ઓખા મંડળના શિવરાજપુર વિસ્તારમાં રહેતા પબુભા જખરાભાઈ નાયાણી નામના 48 વર્ષના વ્યક્તિ દ્વારા આ સમગ્ર મામલે હાલ જામનગર રહેતા રહેતા પુષ્પાબેન નટવરભાઈ ચાંદલીયા, આશાબેન સંજીવ ચાંદલીયા, મીનાક્ષીબેન નટવરલાલ ચાંદલિયા, તેમજ સબ રજિસ્ટ્રાર ડી એલ તરવૈયા ઉપરાંત અન્ય કેટલાક સંડોવાયેલા શખ્સો સામે રાજકોટ સી આઇ ડી ક્રાઇમમાં ફરિયાદી પબુભા નાયાણીએ પોતાના પરિવારની શિવરાજપુર ગામે આવેલી જુના રેવન્યુ સર્વે નંબર 138 પૈકી બે તથા નવા રેવન્યુ સર્વે નંબર 23 ની આશરે 11 એકર જમીનના ખોટા દસ્તાવેજો ઉભા કરી અને પોતાના નામે કરી લેવા અંગે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

આ ફરિયાદમાં જણાવ્યા મુજબ 1978 માં ફરિયાદી પબુભા ના પિતા દ્વારા એસ.એસ.સી સિમેન્ટ કંપનીને 20 વર્ષની લીજ પર તેમને ઉપરોક્ત જગ્યા ભાડા પટે આપવામાં આવી હતી જેનો ભાડા પટાનો કરાર 1998માં પૂર્ણ થયા બાદ લાંબો સમય સુધી વિધિવત રીતે સરકારી ચોપડે ફરિયાદી પરિવારનું નામ દાખલ થયું ન હતું જે પ્રકરણમાં અવસાન પામેલા ફરિયાદી પબુભાના પિતાની હયાતીમાં ત્રણ મહિલા સહિત પાંચ શખ્સોએ કરી ઓફલાઈન દસ્તાવેજ પ્રક્રિયા અને જમીન પચાવી પાડી હોવાની વિગતો સામે આવી હતી.

- Advertisement -

તા.1-5-2018 ના રોજ રજીસ્ટર બાનાખાત બાદ તારીખ 29-10 -2010 ના બોગસ દસ્તાવેજ મારફતે આ જમીન હડપ કરી જવા અંગેની આ કામગીરીમાં નાના આસોટા ગામના એક શખ્સ દ્વારા સાક્ષીમાં સહી કરવામાં આવી હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે મૃતક ખેડૂતના પુત્ર એ વારસાઈ જમીન પોતાના નામે કરવા કાર્યવાહી કરી ત્યારે આ સમગ્ર કૌભાંડ ઉજાગર થયું છે જ્યારથી આંતરરાષ્ટ્રીય કક્ષાના બીચ વિકસાવવાની તજવીજ શરૂ થઈ હતી ત્યારથી સોનાની લગડી જેવી ગણાતી શિવરાજપુરની જમીન પર મોટા ભુમાફિયાઓએ અહીં નજરો નાખી છે અને આ સમગ્ર પડદા પાછળ મોટા ભૂ માફિયાઓ હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.

વર્ષ 2007-08 મા વકીલ સંજીવ ચાંદલિયાએ તે સમયના સબ રજીસ્ટાર ડી એલ તરવૈયા સાથે મળી આ જમીન ખરીદ કર્યાના બોગસ દસ્તાવેજ બનાવી વેચાણ કરાર કર્યા હતા દરમિયાન ત્રણ વર્ષ બાદ આ જમીનના બોગસ દસ્તાવેજ બનાવી પોતાના નામે કરી ખેડૂત જખરાભાઈની જાણ બહાર કર્યા હોવાની ફરિયાદ નોંધાઈ હતી.

વર્ષ 2017 માં જમીન માલિક જખરાભાઈ અવસાન પામતા તેમના પુત્ર પબુભાઈ તેમની માતા સાથે મળીને આ જમીન પોતાના નામે વારસાઈ કરાવવાના પ્રયાસ કર્યા ત્યારે ખબર પડી આ જમીન અન્ય આસામીઓના નામે ચડી ગઈ હોય તેને લઈને માતા પુત્રએ સ્થાનિક તંત્રમાં અવારનવાર રજૂઆતો કરી હતી અને પોલીસ તંત્રમાં પણ રજૂઆત કરી હતી પરંતુ જમીન પ્રકરણમાં મોટા માથા સંડોવાયેલા હોય હોવાની શક્યતા વચ્ચે તેઓને રજૂઆતો ને લાંબો સમય સુધી કોઈ નિકાલ આવ્યો ન હતો આથી તેમના દ્વારા રાજકોટ સી આઈ ડી ક્રાઇમ મા અરજી કરવામાં આવી હતી અરજીના અનુસંધાને આ કેસની તપાસ મહિલા પીઆઇ એમ. પી હુંબલ ચલાવી રહ્યા હતા. ત્યારે આ કેસના આરોપી વકીલ સંજીવ ચાંદલિયાએ હાઇકોર્ટમા આગોતરા જામીન મુક્યા હતા જે અરજી હાઈકોર્ટે નામંજૂર કરતા આ પ્રકરણ ફરી ચર્ચામાં આવ્યું છે.

આરોપી વકીલ ફરાર હોય આગોતરા જામીન હાઇકોર્ટ નામંજુર કર્યા છે ત્યારે હવે આરોપીને શોધવા સી આઈ ડી ક્રાઇમ કામે લાગી છે આરોપી પાસેથી વધુ કેટલાક માથાભારે ભૂમાફિયાઓના નામ ખુલે તેવી શક્યતા છે ફરિયાદીના વકીલ તરીકે ગિરીશ ગોજીયાની દલીલોના અંતે હાઇકોર્ટે આરોપી વકીલ સંજીવ ચાંદલિયાના આગોતરા જામીન નામંજૂર કર્યા છે આ સમગ્ર જમીન શિવરાજપૂર ખાતે આવેલ હોય કરોડોની કિંમત જમીનની ગણાતી હોય ત્યારે આ કેસમાં મોટા નામચીન શખ્સોં મલાઈ તારવવા આ કેસમાં પડ્યા હોય અનેક ભૂમાફિયાઓના નામ પણ આ બોગસ દસ્તાવેજ કેસમાં ખુલી તેવી શક્યતા છે ત્યારે સી આઈ ડી ક્રાઇમના મહિલા પી આઈ એમ પી હુંબલ દ્વારા તમામ મુદ્દે ઊંડાણ પૂર્વક તપાસ કરી છે આરોપીઓ મૂળ જામીન ખાતેદાર છે કે કેમ? તે સહીત અનેક મુદ્દા પર ઊંડાણ પૂર્વક તપાસ ચાલુ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular