Thursday, March 27, 2025
Homeરાજ્યજામનગરજામનગરમાં રહેણાંક મકાનમાં ચોરીના કેસમાં આરોપી ઝડપાયો

જામનગરમાં રહેણાંક મકાનમાં ચોરીના કેસમાં આરોપી ઝડપાયો

સોનાના દાગીના તથા ઓટો રીક્ષા સહિત રૂા.5,29,100 નો મુદ્દામાલ કબ્જે કરતી સિટી સી પોલીસ

જામનગરમાં રહેણાંક મકાનમાં તાળુ તોડી ચોરી કરવાના કેસમાં સિટી સી પોલીસે એક શખ્સને ઝડપી લઇ રૂા.4 લાખથી વધુના સોનાના દાગીના તથા ઓટો રીક્ષા સહિત કુલ રૂા.5,29,100 ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગરના સમર્પણથી જકાતનાકા રોડ રેલવે ફાટકની બાજુમાં આવેલ બાલમુકુંદનગરમાં રહેતાં રણછોડભાઈ સોનગરા તા.19 થી તા.22 માર્ચ દરમિયાન બહાર ગયા હોય. અને પરત ફરતા તેના મકાનમાં તાળુ માળેલ ન હોય નકુચા તુટેલા જોવા મળતા મકાનમાંથી રૂા.1,63,900 ના મુદ્દામાલની ચોરી થયા અંગે સિટી સી ડીવીઝનમાં ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં સિટી સી ના પીઆઇ જે જે ચાવડાની સુચનાને આધારે સર્વેલન્સ સ્કવોર્ડના પીએસઆઈ વી બી બરબસીયા તથા સ્ટાફે સીસીટીવી કેમેરા અને કમાન્ડ કંટ્રોલરૂમના કેમેરા ચેક કરતા ચોરીના બનાવ દરમિયાન એક રીક્ષાચાલક શકમંદ જણાતા તેની તપાસ હાથ ધરી હતી.

આ દરમિયાન હેકો યશપાલસિંહ જાડેજા, ખીમશીભાઈ ડાંગર અને પો.કો. યુવરાજસિંહ જાડેજાને આ ચોરીના કેસમાં જણાયેલ શકમંદ દિગ્જામ સર્કલ જૂના ઓવરબ્રિજ નીચે રીક્ષા સાથે હાજર હોવાની બાતમી મળતા જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સુચના અને નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલાના માર્ગદર્શન મુજબ સિટી ના પીઆઈ જે. જે. ચાવડા તથા સર્વેલન્સ સ્કવોર્ડના પીએસઆઈ વી.બી.બરસબીયા, હેકો યશપાલસિંહ જાડેજા, ફૈઝલભાઈ ચાવડા, મહેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદિપસિંહ જાડેજા, પો.કો. હોમદેવસિંહ જાડેજા, યુવરાજસિંહ જાડેજા, શિવભદ્રસિંહ જાડેજા, વનરાજભાઈ ખવડ, મહાવીરસિંહ જાડેજા, હર્ષદભાઈ પરમાર, મયુરસિંહ જાડેજા સહિતના સ્ટાફ દ્વારા બાતમીવાળા સ્થળે પહોંચતા ચોથાભાઇ પુંજાભાઇ પરમાર નામના રીક્ષાચાલકને પકડી તેની પૂછપરછ કરતા તેની પાસેથી રૂા.4,29,100 ની કિંમતના છ તોલા સોનાના દાગીના તથા રૂા. 1 લાખ ની કિંમતની ઓટો રીક્ષા સહિત રૂા.5,29,100 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular