Saturday, December 6, 2025
Homeરાજ્યહાલારજામજોધપુરમાં વિદેશી દારૂ પ્રકરણમાં ત્રણ વર્ષથી ફરાર આરોપી ઝડપાયો

જામજોધપુરમાં વિદેશી દારૂ પ્રકરણમાં ત્રણ વર્ષથી ફરાર આરોપી ઝડપાયો

જામજોધપુર નજીક આવેલા સતાપરથી વાંસજાળીયા તરફ જતા માર્ગ પરથી ગત તા. 3-10-2019 ના રોજ એક ટ્રકમાં લઈ જવાતો રૂા.3,28,500 કિંમતનો 657 બોટલ પરપ્રાંતિય શરાબનો જથ્થો મળી આવ્યો હતો. જે સંદર્ભે જે-તે સમયે જામજોધપુર પોલીસ મથકમાં ધોરણસર ગુનો નોંધવામાં આવ્યો હતો.

- Advertisement -

આ પ્રકરણમાં ભાણવડ તાલુકાના પાસતરડી ગામના રાજુ ઉર્ફે કારા સરમણ હુણ નામના 24 વર્ષના શખ્સનું નામ ખુલવા પામ્યું હતું. છેલ્લા ત્રણ વર્ષથી ફરાર થઈ ગયેલો આ શખ્સ ભાણવડ પંથકમાં આવ્યો હોવાની ચોક્કસ બાતમી જિલ્લા એલસીબી પોલીસ દ્વારકા ભાણવડ વિસ્તારમાં હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન એએસઆઈ કેશુરભાઈ ભાટિયા, જયદેવસિંહ જાડેજા તથા જીતુભાઈ હુણને મળતા આ શખ્સને ઝડપી લેવામાં આવ્યો હતો. જેને જામજોધપુર પોલીસને સોંપવાની તજવીજ કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular