ધ્રોલ પોલીસ સ્ટેશનના ટ્રેકટર ચોરીના કેસમાં છેલ્લા 15 વર્ષથી ફરાર આરોપીને જામનગર પેરોલ ફર્લો સ્ક્વોડે ભોગાત ગામેથી ઝડપી લીધો હતો.
આ અંગેની વિગત મુજબ ધ્રોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ ટ્રેકટર ચોરીના કેસનો આરોપી ભલસિંહ કેશરસિંહ રાવત નામનો શખ્સ છેલ્લા 15 વર્ષથી પોલીસને થાપ આપી નાસતો-ફરતો હોય, આ દરમિયાન ભોગાત ગામે હોવાની પેરોલ ફર્લો સ્ક્વોડના ગોવિંદભાઇ ભરવાડ, સલિમભાઇ નોયડા, ભરતભાઇ ડાંગર, કાસમભાઇ બ્લોચને મળેલ બાતમીના આધારે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુની સૂચના તેમજ એલસીબીના પીઆઇ જે.વી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્કવોડના પીએસઆઈ એલ.જે. મિયાત્રા, એએસઆઈ ગોવિંદભાઈ ભરવાડ તથા હેકો લખધીરસિંહ જાડેજા, કરણસિંહ જાડેજા, ગજેન્દ્રસિંહ જાડેજા, સલીમ નોયડા, કાસમ બ્લોચ, ભરત ડાંગર, રણજીતસિંહ પરમાર, તથા પો.કો. મહિપાલભાઇ સાદિયા, ધર્મેન્દ્રભાઈ વૈષ્ણવ, હેકો અરવિંદભાઈ ગોસાઈ, એલસીબીના હેકો. નિર્મળસિંહ જાડેજા, પો.કો. બળવંતસિંહ પરમાર સહિતના સ્ટાફ દ્વારા દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામેથી આરોપી ભલસિંહ કેશરસિંહ રાવતને ઝડપી લઇ વધુ કાર્યવાહી માટે ધ્રોલ પોલીસને સોંપી આપ્યો હતો