Saturday, September 14, 2024
Homeરાજ્યહાલારનંદાણા નજીક બોલેરો રોડ પરથી ઉતરી જતા અકસ્માત

નંદાણા નજીક બોલેરો રોડ પરથી ઉતરી જતા અકસ્માત

આઠ મુસાફરોને નાની મોટી ઈજાઓ : 108 મારફત હોસ્પિટલે ખસેડાયા

- Advertisement -

કલ્યાણપુરના ગ્રામ્ય વિસ્તારમાં આજરોજ વહેલી સવારના સમયે એક બોલેરો પીકઅપ વાન રસ્તા પરથી નીચે ઉતરી જતા તેમાં જઈ રહેલા 8 જેટલા મુસાફરોને નાની મોટી ઇજાઓ થવા પામ્યા હતી.

- Advertisement -

આ અંગે સૂત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામેથી રાજકોટ પાસિંગની એક બોલેરો પીકઅપ વાન આજરોજ સવારે આશરે 6:30 વાગ્યાના સમયે મુસાફરોને લઈને જઈ રહી હતી, ત્યારે કોઈ કારણોસર આ બોલેરો રોડની નીચે ઉતરી જવા પામી હતી. જેના કારણે આ બોલેરોમાં જઈ રહેલા આઠ જેટલા વ્યક્તિઓને નાની-મોટી ઈજાઓ સાથે ઇમર્જન્સી 108 વાહન મારફતે અહીંની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓને જરૂરી સારવાર આપવામાં આવી હતી. સદભાગ્યે મોટી જાનહાની થતા અટકી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular