Wednesday, December 25, 2024
Homeરાજ્યજામનગરજામનગરની કોર્ટ નજીક અકસ્માતમાં એડવોકેટને ઈજા

જામનગરની કોર્ટ નજીક અકસ્માતમાં એડવોકેટને ઈજા

એકટીવા ચાલકે બાઈકને ઠોકર મારી : પોલીસ દ્વારા એકટીવાચાલક વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી

- Advertisement -

જામનગર શહેરમાં લાલ બંગલા પાસે પસાર થતા બાઈકસવાર એડવોકેટને એકટીવા ચાલકે ઠોકર મારી હડફેટે લેતા અકસ્માતમાં ઈજા પહોંચી હતી. બાદમાં પોલીસે એકટીવા ચાલક વિરુધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં આસોપાલવ એપાર્ટમેન્ટમાં રહેતાં અને વકીલાત કરતા પરેશન વનરાજભાઈ અનડકટ (ઉ.વ.48) નામના યુવાન મંગળવારે સાંજના સમયે તેના બાઈક પર લાલ બંગલા નવા બિલ્ડિંગથી વળાંક લઇને ટાઉનહોલ તરફ જતાં હતાં ત્યારે પૂરઝડપે આવતા જીજે-10-સીએસ-8948 નંબરના એકટીવા ચાલકે બાઈકને ઠોકર મારી હડફેટે લેતા અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં એડવોકેટ પરેશભાઇ બાઈક પરથી પટકાતા જમણા ખંભામાં ઈજા પહોંચી હતી. બાદમાં આ અંગેની જાણ કરતાં હેકો આર.એ. કુબાવત તથા સ્ટાફે એકટીવા ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular