જામનગર તાલુકાના જાંબુડા ગામ નજીકથી પૂરઝડપે પસાર થતા ટ્રકે સરકારી વાહનને ઠોકર મારી હડફેટે લેતા થયું હતું. સદનસીબે અકસ્માતમાં કોઇ જાનહાની થઈ ન હતી. અકસ્માતના બનાવમાં ટ્રકચાલક વિરૂધ્ધ ગુનો નોંધી પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના જાંબુડા ગામની ગોલાઈ નજીકથી પૂરઝડપે બેફીકરાઈથી આવતા એચઆર-64-5212 નંબરના ટ્રકના ચાલકે સામેથી આવતી જીજે-10-જીએ-0343 નંબરની સરકારી ટાટા સુમો વાહનને ઠોકર મારતા અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં સદનસીબે કોઇ જાનહાની પહોંચી ન હતી. માત્ર સરકારી વાહનમાં જ 15 હજારનું નુકસાન થયું હતું. અકસ્માતની ઘટના બાદ આ બનાવ અંગે સરકારી વાહનના ચાલક ધર્મેન્દ્રગીરી ગોસ્વામી દ્વારા જાણ કરાતા હેકો બી.એન. ચોટલિયા તથા સ્ટાફે ટ્રકચાલક વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.