જામનગર જિલ્લાના સીક્કા ગામની બાજુમાં આવેલ મુંગણી ગામના હિતેશ પુંજાજી કંચવાએ સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકમાં જીવન વીમો ઉતરાવ્યો હતો. હિતેશ ભાઈનું અકસ્માતે મૃત્યુ થતાં વારસદાર તેમના પિતા પુંજાજી કંચવાને સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક ના મેનેજરના હસ્તે રૂપિયા 20 લાખનો ચેક અર્પણ કર્યો હતો. આ તકે હેડ ઓફિસ રાજકોટથી જનરલ મેનેજર સકસેના,. અતુલભાઈ મહેતા, વહીવટી મેનેજર વિરમગામાં, સિક્કા બ્રાન્ચ મેનેજર રમેશ શર્મા, એન. સી.જાડેજા, સિકકા નગર પાલિકા પ્રમુખ જુસબ ભાઈ બારોયા, ઉપ પ્રમુખ અસગર ગંઢાર, ભખર સુંભણીયા, એન.સી.પી.ના કાઉન્સિલર મામંદ કુંગડા, બશીર સુંભણીયા, ઈસ્માઈલ ગંઢાર (પટેલ), સામાજીક કાર્યકર સલીમ મુલ્લાં, મનુભા સોઢા, મહેન્દ્ર સિંહ સરપંચ (ગાગવા) વગેરે ઉપસ્થિત રહ્યા હતા.