દ્વારકા તાલુકાના આરંભડા ખાતે રહેતા રોહિતભાઈ રાજાભાઈ પરમાર નામના 29 વર્ષના સતવારા યુવાન તેમની સાત વર્ષની પુત્રી સાક્ષીબેનને સાથે લઈને પોતાના જીજે-37-એચ-0297 નંબરના મોટરસાયકલ પર બેસી અને મીઠાપુરથી ભાટીયા જતા હતા. ત્યારે ભીમરાણા ગામના પેટ્રોલ પંપ પાસેથી પૂર ઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા જીજે-37-સી-7773 નંબરના મોટરસાયકલ ચાલકે રોહિતભાઈના મોટરસાયકલ સાથે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો.
આ અકસ્માતના કારણે તેમને ફ્રેક્ચર સહિતની ઇજાઓ ઉપરાંત તેમની દીકરી સાક્ષીબેનને માથાના ભાગે, આંખના ભાગે તથા બંને પગમાં ઇજાઓ થતા હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવી હતી. અકસ્માત સર્જી આરોપી મોટરસાયકલ ચાલક નાસી ગયો હોવાનું જાહેર થયું છે. આ બનાવ અંગે મીઠાપુર પોલીસે રોહિતભાઈ પરમારની ફરિયાદ પરથી જીજે-37-સી-7773 નંબરના મોટરસાયકલ ચાલક સામે જુદી-જુદી કલમ મુજબ ગુનો નથી આગળની તપાસ હાથ ધરી છે.