જામનગર તાલુકાના સચાણા ગામમાં રહેતાં પ્રૌઢ તેના બાઈક પર જતાં હતાં તે દરમિયાન ખીજડીયા બાયપાસ નજીક પહોંચ્યા ત્યારે પાછળથી પૂરઝડપે બેફીકરાઈથી આવતી કારના ચાલકે બાઈકને ઠોકર મારતા શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચતા પ્રૌઢનું મોત નિપજ્યું હતું.
અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના સચાણા ગામમાં પંચાયત ઓફિસની સામે રહેતાં મોહનભાઈ લાખાભાઈ ગોહિલ (ઉ.વ.55) નામના પ્રૌઢ શુક્રવારે બપોરના સમયે તેના જીજે-10-બીપી-2309 નંબરના બાઈક પર ખીજડિયા બાપયાસ પાસે સમરસ હોસ્ટેલ નજીકનથી પસાર થતા હતાં ત્યારે પૂરઝડપે બેફીકરાઈથી આવતી જીજે-10-સીએન-2232 નંબરની કારના ચાલકે બાઈક સવાર પ્રૌઢને ઠોકરે ચડાવતા પડી જતાં મોહનભાઈને શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારબાદ ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની મૃતકના પુત્ર દિલીપભાઈ દ્વારા જાણ કરાતા પીએસઆઈ એમ.આર.સવસેટા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.