Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરશેઠવડાળા નજીક બસે બાઈકને ઠોકરે ચડાવતા પ્રૌઢ દંપતી ખંડિત

શેઠવડાળા નજીક બસે બાઈકને ઠોકરે ચડાવતા પ્રૌઢ દંપતી ખંડિત

પ્રૌઢનું ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે મોત: પત્નીને ઈજા પહોંચતા સારવાર માટે જી. જી. હોસ્પિટલ ખસેડાયા : અકસ્માત બાદ ચાલક બસ મૂકી નાશી ગયો : પોલીસ દ્વારા ચાલકની શોધખોળ

- Advertisement -

જામજોધપુર તાલુકાના શેઠવડાળા ગામ નજીકથી પૂરઝડપે બેફીકરાઈથી આવતી લકઝરી બસના ચાલકે બાઈકસવાર પ્રૌઢ દંપતીને ઠોકરે ચડાવતા પતિનું પત્નીની નજર સમક્ષ ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.
અકસ્માતના બનાવની વિગત મુજબ, જામજોધપુર તાલુકાના રબારીકા ગામમાં રહેતા વિરમભાઇ આલાભાઇ મકવાણા (ઉ.વ.55) નામના પ્રૌઢ તેની પત્ની જશુબેન (ઉ.વ.50) સાથે જીજે-10-સીકયુ-8549 નંબરના બાઈક પર શેઠવડાળા ગામના પાટીયા પાસેથી પસાર થતા હતા તે દરમિયાન બપોરે બે વાગ્યાના અરસામાં સામેથી પૂરઝડપે બેફીકરાઈથી આવતી જીજે-11-ટીટી-9830 નંબરની આશાપુરા ટ્રાવેલ્સની બસના ચાલકે બાઇકને ઠોકરે ચડાવી હડફટે લેતા અકસ્માતમાં બાઇકચાલક વિરમભાઇના માથા પરથી બસના તોતિંગ વ્હીલ ફરી વળતાં કચડાઇ જવાના કારણે તેઓનું ઘટના સ્થળે જ કરૂણ મૃત્યુ નિપજયું હતું. પત્નીની નજર સમક્ષ જ પતિના મૃત્યુને લઇને ભારે અરેરાટી ફેલાઇ હતી. પત્ની જશુબેન પણ ઇજાગ્રસ્ત થયા હોવાથી તેઓને વધુ સારવાર માટે જામનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

અકસ્મતના બનાવ બાદ બસ ચાલક પોતાની બસ મુકીને નાશી ગયો હતો. આ અંગે ભગવાનજીભાઇ મકવાણા દ્વારા જાણ કરાતા હેકો વી.ડી.ઝાપડિયા તથા સ્ટાફે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહને પીએમ માટે મોકલી મૃતકના ભત્રીજાના નિવેદનના આધારે લકઝરી બસના ચાલક વિરુધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular