Saturday, December 21, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં 600 કરોડના રિવર ફ્રન્ટ પ્રોજેકટનો સ્વીકાર - VIDEO

જામનગર શહેરમાં 600 કરોડના રિવર ફ્રન્ટ પ્રોજેકટનો સ્વીકાર – VIDEO

1લી ઓકટોબરથી ફરીથી ચાલુ થશે ટેકસ રિબેટ યોજના

- Advertisement -

જામનગર શહેરમાં 600 કરોડના રિવર ફ્રન્ટ ડેવલોપમેન્ટ પ્રોજેકટનો જામ્યુકોની સ્થાયી સમિતિએ સૈધ્ધાંતિક સ્વીકાર કર્યો છે. તેમજ આ અંગેની ગ્રાન્ટ રાજય સરકાર પાસેથી મેળવવા માટે દરખાસ્ત કરવામાં આવશે. આ ઉપરાંત લાખોટા કોઠા, ભૂજિયા કોઠા તેમજ ખંભાળિયા દરવાજાને હેરીટેજ સાંકળથી સાંકળી લેતાં 13 કરોડના પ્રોજેકટનો પણ સૈધ્ધાંતિક સ્વીકાર કરવામાં આવ્યો છે. જયારે માંડવી ટાવરનું 1.25 કરોડના ખર્ચે રેસ્ટોરેશન અને કન્ઝર્વેશન કરવામાં આવશે.

- Advertisement -

ચેરમેન નિલેશ કગથરાના અધ્યક્ષસ્થાને યોજાયેલી જામ્યુકોની સ્થાયી સમિતિની બેઠકમાં ટેકસમાં રીબેટ યોજના ફરીથી ચાલુ કરવાનો નિર્ણય પણ જનરલ બોર્ડની મંજૂરીની અપેક્ષાએ લેવામાં આવ્યો છે. આગામી 1 ઓકટોબરથી 30 ઓકટોબર સુધી ટેકસ રિબેટ યોજના ચાલુ રહેશે. આ ઉપરાંત બેઠકમાં કુલ 1097 કરોડના જુદા-જુદા કામોના ખર્ચને પણ બહાલી આપવામાં આવી હતી. જેમાં મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત વર્ષ 2023-24 માટે સરકાર પાસેથી 402 કરોડની ગ્રાન્ટ મેળવવા ઉપરાંત સડક યોજના માટે 71.31 કરોડની ગ્રાન્ટ સરકાર પાસેથી મેળવવાનો સૈધ્ધાંતિક સ્વીકાર કરવામાં આવ્યો હતો. બેઠકમાં મેયર વિનોદભાઇ ખીમસૂર્યા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, કમિશનર ડી.એન. મોદી, ડે. કમિશનર ભાવેશ જાની, કોમલબેન પટેલ, જિગ્નેશ નિર્મલ તથા જુદા-જુદા વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular