ગુલાબકુંવરબા આયુર્વેદ મહાવિદ્યાલયના ઈન્ટર્ન તબીબોને યોગ્ય સ્ટાઈપેન્ડ આપવા બાબતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એ.બી.વી.પી.) દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. ગુલાબકુંવરબા આયુર્વેદ મહાવિદ્યાલયના ઈન્ટર્ન તબીબો સંપૂર્ણ વર્ષ દરમિયાન હોસ્પિટલમાં ફરજ બજાવતા હોય છે. આ વર્ષે કોરોના મહામારી દરમિયાન પણ પોતાના જીવ જોખમમાં મૂકીને તેમની નિયમિત ફરજમાં હાજરમાં રહેવા છતાં તેમને યોગ્ય વળતર આપવામાં આવતું નથી.
જ્યારે ગુજરાત પ્રદેશમાં આવતી બીજી બધી બી.એ.એમ.એસ. કોલેજોમાં સ્ટાઈપેન્ડ રૂા.9,800 થી વધુ છે અને પ્રદેશની સર્વશ્રેષ્ઠ કોલેજમાં માત્ર રૂા.7,280 સ્ટાઈપેન્ડ આપવામાં આવે છે. જ્યારે એ.બી.વી.પી. ગુજરાત આયુર્વેદ વિશ્ર્વ વિદ્યાલયના અધ્યક્ષ આશિષ પાટીદાર સહિતના એ.બી.વી.પી.ના કાર્યકરો દ્વારા કલેકટરને આવેદન પત્ર પાઠવી આ અંગે યોગ્ય નિર્ણય કરી સ્ટાઈપેન્ડ વધારી આપવા માગણી કરવામાં આવી છે.