જામનગર સીટી-એ પોલીસમાં નોંધાયેલ એટ્રોસિટી કેસના ફરાર આરોપીને જામનગર એસઓજીએ પવનચક્કી પાસેથી ઝડપી લીધો હતો.
આ અંગેની વિગત મુજબ જામનગર સીટી-એ પોલીસમાં નોંધાયેલ એટ્રોસિટી કેસનો આરોપી આસિફ ઉર્ફે મુળુ ઉર્ફે ભુરો હનિફ ખીરા નામનો શખ્સ નાસતો-ફરતો હોય દરમિયાન એસઓજીના રમેશભાઇ ચાવડા, મયૂદ્ીનભાઇ સૈયદ તથા અરજણભાઇ કોડીયાતરને આરોપી પવનચક્કી પાસે હોવાની મળેલ બાતમીના આધારે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુની સૂચના અને એસઓજીના પીઆઇ બી.એન. ચૌધરી તથા સ્ટાફ દ્વારા પવનચકકી પાસેથી રેઇડ દરમિયાન આરોપી આસિફ ઉર્ફે મુળુ ઉર્ફે ભુરો હનીફ ખીરાને ઝડપી લઇ સીટી-એ પોલીસને સોંપી આપ્યો હતો.