જોડિયા તાલુકાના જીરાગઢ ગામે માલધારીના વાડામાં શ્વાન પ્રવેશી જતા અફડાતફડી મચી ગઈ હતી. જેમાં 80 થી 90 જેટલા ઘેટાબકરાના મોત નિપજ્યા હોવાની જીરાગઢના સરપંચે જણાવ્યું હતું. આ ઘટનાને પગલે ડોકટરોની ટીમ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.
આ બનાવની વિગત મુજબ, જોડિયા તાલુકાના જીરાગઢ ગામે દેવાભાઈ ગમારાના વાડામાં ઘેટા બકરા રાખવામાં આવ્યા હોય આ દરમિયાન ત્રણથી ચાર જેટલા શ્વાન વાડામાં ઘુસી જઈ ત્રણ થી ચાર ઘેટાઓને ફાડી ખાધા હતાં. જેના પગલે ઘેટાબકરામાં અફડાતફડી મચી ગઈ હતી. જેના પરિણામે 80 થી 90 જેટલા ઘેટાબકરાઓના મોત થયા હોવાનું જીરાગઢના સરપંચએ જણાવ્યું હતું. આ અંગે ડોકટર સહિતની ટીમોને જાણ કરાતા ડોકટરોની ટીમ ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. એક સાથે 80 થી 90 જેટલા ઘેટાબકરાના મોતથી માલધારી પરિવારોમાં ચિંતાનો માહોલ છવાયો હતો.