Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીય60 ટકા લોકોએ મોદીને ખેડૂતોના શુભચિંતક ગણાવ્યા

60 ટકા લોકોએ મોદીને ખેડૂતોના શુભચિંતક ગણાવ્યા

સી-વોટરનો સર્વે, ભાજપને થશે ફાયદો

- Advertisement -

એક વર્ષથી વધારે સમય સુધી કૃષિ કાયદાઓનાં વિરોધ બાદ આખરે મોદી સરકારે 19 નવેમ્બરના રોજ કૃષિ કાયદા રદ કરવાનો નિર્ણય કરીન ચોંકાવી દીધા હતા. યુપી, પંજાબ સહિતના રાજયોમાં ચૂંટણી પહેલાં જ પીએમ મોદીનો આ નિર્ણયને લોકો માસ્ટરસ્ટ્રોક સમજી રહ્યા છે. તેવામાં પીએમ મોદીના આ નિર્ણયને લઈ ચૂંટણીમાં ફાયદ થશે કે નુકસાન તે અંગે ઈંઅગજ-ઈ ટજ્ઞયિિં જક્ષફા ઘાશક્ષશજ્ઞક્ષ ઙજ્ઞહહ કરવામાં આવ્યો હતો. આ સર્વે કૃષિ કાયદા રદ કર્યાના થોડા કલાકો બાદ કરવામાં આવ્યો હતો.

- Advertisement -

સી વોટરના સર્વેમાં મહત્વના લોકોએ પીએમ મોદીના નિર્ણયને આવકાર્યો હતો. 52 ટકા લોકોએ કહ્યું કે, પીએમ મોદીનો આ નિર્ણય યોગ્ય છે. 50 ટકાથી વધુ લોકોએ કહ્યું કે, કૃષિ કાયદા ખેડૂતો માટે ફાયદાકારક હતા. જયારે 30.6 ટકા લોકોએ આ કાયદા નુકસાનકારક હોવાનું જણાવ્યું હતું. જયારે 40.7 ટકા લોકો કૃષિ કાયદા રદ કરવા સરકારને શ્રેય આપવામાં આવ્યો હતો, તેમજ 22.4 ટકા લોકોએ આ નિર્ણયનો શ્રેય વિપક્ષી દળોને તો 37 ટકા લોકોએ પ્રદર્શનકારીઓને શ્રેય આપ્યો હતો.

આ સર્વેમાં મોટાભાગના લોકોએ પીએમ મોદીને ખેડૂતોના હિતેચ્છુ ગણાવ્યા હતા. 58.6 ટકા લોકોએ પીએમ મોદીને ખેડૂતોના સમર્થક ગણાવ્યા, જયારે 29 ટકા લોકોએ વિરોધી ગણાવ્યા હતા. આ ઉપરાંત 56.7 ટકા લોકોએ માન્યું કે, આ આંદોલન મોદી સરકારની આગેવાનીવાળી એનડીએ સરકારને નબળી પાડવા એક કાવતરું હતું, જો કે 35 ટકા લોકોનું મંતવ્ય તેનાથી વિરોધી હતું.

- Advertisement -

આ ઉપરાંત સર્વેમાં એ વાત સામે આવી છે કે, આગામી ચૂંટણીઓમાં આ નિર્ણય ખુબ જ લાભકારી નીવડશે.55 ટકા લોકોનું કહેવું છે કે, 2022દ્ગક શરૂઆતમાં થનાર વિધાનસભાની ચૂંટણીઓમાં તેનો પ્રભાવ પડશે. જયારે 30.8 ટકા લોકોનું માનવું છે કે, આ નિર્ણયથી ચૂંટણીમાં કોઈ અસર થશે નહીં. આ ઉપરાંત એનડીએના લગભગ 53 ટકા મતદારોએ માન્યું કે, ચૂંટણીમાં તેની અસર પડશે, જયારે 56 ટકાથી વધારે વિપક્ષના મતદારોએ પણ માન્યું હતું કે, ચૂંટણીમાં તેની અસર પડશે. આ ઉપરાંત નિર્ણયનો શ્રેય કોને આપશો તેના સવાલમાં એનડીએના 47 ટકા મતદારોએ મોદી સરકારનું નામ સૂચવ્યું હતું, જયારે 36 ટકા લોકોએ વિપક્ષી દળોએ તેનાથી અસહમતિ વ્યકત કરી હતી. જયારે કાયદાના વિરોધના હેતુ અંગે પુછ્યું તો 56 ટકા લોકોએ કહ્યું કે, વિરોધ રાજનીતિથી પ્રેરિત હતો, જયારે 48 ટકા વિપક્ષી મતદારોએ પણ આ જ મંતવ્ય આપ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular