વર્ષ 2016ના અપહરણ- બળાત્કારના કેસમાં સજા ભોગવતા અને રાજકોટ જેલમાંથી પેરોલ જમ્પ કરી નાસતા ફરતા પાકા કામના કેદી અને મુખ્ય આરોપી રાજુ રામ કોડિયાતર ને જામનગર પેરોલ ફર્લો સ્કવોડએ ગુલાબ નગર ખાતેથી દબોચી લઇ રાજકોટ મધ્યસ્થ જેલ ને સોંપવા તજવીજ હાથ ધરી હતી
આ અંગેની વિગત મુજબ વર્ષ 2016 ના અપહરણ બળાત્કારના કેસમાં સજા ભોગવતો રાજુ રામ કોડિયાતર ગત તારીખ 17/5/2022 થી ફર્લો રજા ઉપર થી જમ્પ થઈ છેલ્લા ત્રણ મહિનાથી નાસતો ફરતો હોય આ અંગે પેરોલ ફર્લો સ્ક્વોડના રણજીતસિંહ પરમાર, લખધીરસિંહ જાડેજા, કરણસિંહ જાડેજા અને ભરતભાઈ ડાંગર ને મળેલ બાતમીના આધારે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ ની સૂચના અને એલસીબી ઇન્ચાર્જ પીઆઇ કે.કે.ગોહિલના માર્ગદર્શન મુજબ પીએસઆઇ એ.એસ.ગરચર, એએસઆઇ ગોવિંદભાઈ ભરવાડ હેકો લખધીરસિંહ જાડેજા, ગજેન્દ્રસિંહ જાડેજા, સલીમભાઈ નોયડા, કાસમભાઈ બલોચ,રણજીતસિંહ પરમાર, રાજેશભાઈ સુવા, કરણસિંહ જાડેજા, મહીપાલભાઈ સાદીયા, અરવિંદગીરી ગોસાઈ તથા એલસીબીના નિર્મળસિંહ જાડેજા અને બળવંતસિંહ પરમાર દ્વારા ગુલાબ નગર વાંઝાવાસ ખાતેથી આરોપી રાજુ રામ કોડિયાતરને ઝડપી લઇ રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે સોંપવાની તજવીજ હાથ ધરી હતી