જામજોધપુર તાલુકાના વાંસજાળિયા ગામની સીમમાં ખેતી કરતા પરપ્રાંતિય યુવાનના બે તરૂણ પુત્રોનું અજાણ્યા શખ્સો અપહરણ કરી લઇ ગયાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામજોધપુર તાલુકાના વાંસજાળિયા ગામની સીમમાં આવેલી ઈશ્ર્વરભાઈની વાડીમાં મજૂરી કામ કરતા મહારાષ્ટ્રના વતની મેથિયા ઉર્ફે મોતીરામ સીલ્દાર પાવરા નામના યુવાનના પુત્ર મનોજ પાવરા (ઉ.વ.13) અને ગણેશ પાવરા (ઉ.વ.15) નામના બે તરૂણોનું ગતતા.12 ના રોજ સવારના સમયે વાડી વિસ્તારમાંથી અજાણ્યા શખ્સો અપહરણકર્તાઓ બંને તરૂણોનું અપહરણ કરી લઇ ગયા હતાં. ત્યારબાદ પરિવારજનો દ્વારા બંને પુત્રોની શોધખોળ કરી હોવા છતાં કોઇ પત્તો લાગ્યો ન હતો. આખરે તરૂણના પિતાએ જાણ કરતા પીઆઈ વાય. જે. વાઘેલા તથા સ્ટાફે તરૂણોના અપહરણનો અજાણ્યા શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.