જામનગર તાલુકાના દરેડ ગામમાં મસીતિયા રોડ પર રહેતાં અને મજૂરી કામ કરતી મહિલાની તરૂણી પુત્રીનું અજાણ્યા શખ્સો અપહરણ કરી ગયા હતાં.
બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના દરેડ ગામમાં રહેતાં ઉષાબેન ભગવત લોદીરાજપુત નામના મજૂરી કામ કરતાં મહિલાની પુત્રી કિરણ (ઉ.વ.14) નામની તરૂણીને ગત તા. 3 ના રોજ સવારના 8 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધીના સમય દરમિયાન અજાણ્યા શખ્સો તરૂણીનું અપહરણ કરી ગયા હતાં. આ અંગે તરૂણીની શોધખોળ કરવા છતાં કોઇ પત્તો ન મળતા આખરે પંચ બી પોલીસ સ્ટેશનમાં ગુમ નોંધાવી હતી. જેના આધારે પોલીસે તરૂણીની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.