Saturday, September 14, 2024
Homeમનોરંજનઆમીર ખાને લીધો મહત્વનો નીર્ણય, કહ્યું વ્યક્તિગત અને વ્યાવસાયિક જીવનને અસર

આમીર ખાને લીધો મહત્વનો નીર્ણય, કહ્યું વ્યક્તિગત અને વ્યાવસાયિક જીવનને અસર

- Advertisement -

બોલીવુડ સ્ટાર આમીર ખાન ઘણો ચર્ચામાં રહે છે. તેને એક મહત્વનો નિર્ણય લીધો છે કે તે હવેથી મોબાઈલ ફોનનો ઉપયોગ નહિ કરે. આમિરે ‘લાલ સિંહ ચડ્ઢા’થી વિરામ લીધો છે. તે જયપુરમાં તેના મિત્ર અમીન હાજીની દિગ્દર્શક પહેલી ફિલ્મ ‘કોઈ જાને ના’ માટે કેમિયોનું શૂટિંગ કરી રહ્યો છે.

- Advertisement -

આજના યુગમાં કોઈને મોબાઈલ ફોન વગર ચાલે તેમ નથી તેવા સમયમાં આમીરે મોબાઈલનો ઉપયોગ ન કરવાનું નક્કી કર્યું છે. કારણકે તે મોબાઈલનો વ્યસની થઇ રહ્યો હતો અને તેની અસર તેના વ્યક્તિગત અને વ્યવસાયિક જીવન પર પડી રહી હતી. માટે આમિરે સોમવારથી પોતાનો ફોન સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય કર્યો છે જેથી કોઈ ડિસ્ટર્બ ન કરે. ‘લાલસિંહ ચડ્ઢા’ની રીલિઝ સુધી આમિરનું સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પણ તેની ટીમ જ સંચાલન કરશે. જો કોઈએ અંગત કામ હોય તો તેઓ આમિરખાનાના મેનેજરનો સંપર્ક કરી શકે છે. તેવા અહેવાલો તેના મિત્ર વર્તુળ માંથી વહેતા થયા છે. તેણે પોતાની ફિલ્મ ‘લાલસિંહ ચડ્ઢા’ ની તૈયારી શરૂ કરી દીધી છે. આ વર્ષે નાતાલ પર તેની ફિલ્મ ‘લાલસિંહ ચડ્ઢા’ રિલીઝ થવાની છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular