આમ આદમી પાર્ટી પોતાના મુખ્યમંત્રીનો ચહેરો આજે જાહેર કરશે. મુખ્યમંત્રીના નામની રેસમાં સૌથી મોખરે ઈશુદાન ગઢવીનું નામ ચર્ચાઈ રહ્યુ છે. આપના યુવા પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયાનું નામ પણ મુખ્યમંત્રીની દાવેદારીમાં છે. યુવા અને વિદ્યાર્થી નેતા તરીકે જાણીતા બનેલા યુવરાજસિંહ જાડેજાનું નામ પણ ચર્ચામાં છે.
આ ઉપરાંત પાટીદાર આંદોલનથી જાણીતા બનેલા અલ્પેશ કથીરિયાનું નામ ચર્ચાઈ રહ્યું છે. બપોરે 2 વાગે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ મુખ્યમંત્રીના નામની જાહેરાત કરશે. અત્રે ઉલ્લેખનિય છે કે, ત્રણ દિવસ પહેલાં ગુજરાતમાં મુખ્યમંત્રીના ચહેરા અંગે આમ આદમી પાર્ટીએ સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ મારફત તેમજ ઓનલાઇન લોકોના અભિપ્રાયો માંગ્યા હતા અને લોકોની પસંદગી કોણ છે ? તે જાણવાનો પ્રયાસ કર્યો હતો. 3 દિવસની આ કવાયત બાદ આજે ગુજરાતમાં જો આમ આદમી પાર્ટીની સરકાર બને તો તેનો મુખ્યમંત્રી કોણ બનશે તે જાહેર કરવામાં આવશે.