કાલાવડ માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા ત્રણ દિવસ થી ખેડૂતોના માલ ની હરરાજી બંધ હોય ખેડૂતો નો માલ બગડતા આમ આદમી પાર્ટીના કાર્યકર્તા આગેવાનો ખેડૂતો ના હીત માટે મેદાને આવ્યા હતાં. અને આ અંગે યાર્ડના સત્તાધિશોને આવેદન પત્ર પાઠવી રજુઆત કરવામાં આવી હતી.
આજ રોજ આમ આદમી પાર્ટી કાલાવડ દ્વારા કાલાવડ માર્કેટિંગ યાર્ડ ખાતે યાર્ડની અંદર જે વેપારી મંડળ, દલાલ મંડળ તેમજ યાર્ડ ના કર્મચારી ઓ વચ્ચે કમિશન ના મુદ્દે હાલતી તકરાર ના લીધે છેલ્લા 3 દિવસ થી યાર્ડ બંધ હોવાથી યાર્ડ ના સતાધીશો ને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું. જેમાં કાલાવડ માર્કેટીંગ યાર્ડમાં કેન્ટીંગ, ત્રીજો ગેઇટ ચાલુ કરાવવા હરાજીમાં થતી બેદરકારી તેમજ ખેડુતોને વિમાકવચ સહિતના પ્રશ્ર્ને રજુઆત કરવામાં આવી હતી. યાર્ડના દલાલોના કમિશનમાં ઘટાડો કરવામાં આવતાં દલાલો દ્વારા ત્રણ દિવસ થી ખરીદી બંધ કરતા ખેડૂતો નો માલ નહિ વેચાતા ખેડૂતો ને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આથી આ અંગે રજુઆત કરવામાં આવી હતી. તેમજ આ બાબતે યોગ્ય કરવામાં નહિ આવેતો આવતી કાલ થી આમ આદમી પાર્ટી કાલાવડ ના કાર્યકર્તા આગેવાનો દ્વારા ધરણાંની ચીમકી ઉચારી હતી.