Wednesday, January 15, 2025
Homeરાજ્યજામનગરજામનગરમાં શરુ થયું આકાશ+બાયજુસનું ક્લાસરૂમ સેન્ટર

જામનગરમાં શરુ થયું આકાશ+બાયજુસનું ક્લાસરૂમ સેન્ટર

- Advertisement -

આકાશ+બાયજુસ 24 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફેલાયેલા 250+ કેન્દ્રો અને વાર્ષિક 2.75 લાખથી વધુ વિદ્યાર્થીઓની સંખ્યા સાથે પરીક્ષાની તૈયારી કરાવવાની સેવાના ક્ષેત્રમાં રાષ્ટ્રીય સ્તરે અગ્રણી છે.

- Advertisement -

જામનગરમાં આકાશ+બાયજુસનું પ્રથમ ક્લાસરૂમ સેન્ટર શરુ કરવામાં આવ્યું છે.આ કેન્દ્રમાં 9 વર્ગખંડો છે જેમાં 480 વિદ્યાર્થીઓ બેસી શકે છે. કેન્દ્ર 8થી 12 સુધીના તમામ ધોરણો માટે ગુજરાતી માધ્યમના અભ્યાસક્રમો પણ ઓફર કરશે.

- Advertisement -

હજારો વિદ્યાર્થીઓને ડોકટરો અને આઈઆઈટીયન બનવાના તેમના સપનાઓને સાકાર કરવામાં મદદ કરવા માટે દેશના વિવિધ ભાગોમાં પોતાનું નેટવર્ક વિસ્તરણ કરવાના સૂત્રને આગળ ધપાવવા, પરીક્ષાઓની તૈયારી કરાવવાની સેવાઓ પૂરી પાડવામાં રાષ્ટ્રીય સ્તરે અગ્રણી, આકાશ+બાયજુસે ગુજરાતમાં જામનગર ખાતે તેના પ્રથમ ક્લાસરૂમ સેન્ટરનું આજે ઉદ્ઘાટન કર્યું હતું.  જામનગરમાં પી.એન માર્ગ પર અંબર સિનેમાની સામે, નીયો એટ્રિયમમાં આવેલું ક્લાસરૂમ સેન્ટર મેડિકલ અને એન્જિનિયરિંગની તૈયારી કરતા વિદ્યાર્થીઓને તેમના મૂળભૂત શિક્ષણને મજબૂત કરવા ઉપરાંત પ્રવેશ પરીક્ષાના અભ્યાસક્રમોની સાથે ફાઉન્ડેશન-સ્તરના અભ્યાસક્રમો જે તેમને ઓલિમ્પિયાડ્સ વગેરે જેવી વિવિધ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવામાં મદદ કરે છે, તેની જરૂરીયાતોને પૂરી કરશે.

આકાશ બાયજુસના પ્રાદેશિક નિર્દેશક અમિત સિંહ રાઠોડ દ્વારા ક્લાસરૂમ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રાદેશિક વેચાણ અને વૃદ્ધિના વડા, ગિરીશ સિંધવાણી, એરિયા બિઝનેસ હેડ, શિવ ત્રિપાઠી, અને ડેપ્યુટી ડાયરેક્ટર, એસ.કે. વિજય હાજર રહ્યા હતા.

- Advertisement -

આકાશ બાયજુસના મેનેજિંગ ડિરેક્ટર આકાશ ચૌધરીએ જણાવ્યું હતું કે, જે વિદ્યાર્થીઓ આકાશ+બાયજુસમાં પ્રવેશ લેવા ઈચ્છે છે તેઓ કાં તો ઈન્સ્ટન્ટ એડમિશન કમ સ્કોલરશીપ ટેસ્ટ (iACST) આપી શકે છે અથવા ANTHE (આકાશ નૅશનલ ટેલેન્ટ હન્ટ એક્ઝામ) માટે નોંધણી કરાવી શકે છે.

આકાશ+બાયજુસ વિશે

આકાશ-બાયજુસ મેડિકલ (NEET) અને એન્જિનિયરિંગ પ્રવેશ પરીક્ષાઓ (JEE), શાળા/બોર્ડની પરીક્ષાઓ અને NTSE, KVPY અને ઓલિમ્પિયાડ્સ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે પરીક્ષાની તૈયારીની વ્યાપક સેવાઓ પૂરી પાડે છે, “આકાશ” બ્રાન્ડ ગુણવત્તાયુક્ત કોચિંગ સાથે સંકળાયેલી છે અને વિવિધ મેડિકલ (NEET) અને JEE/એન્જિનિયરિંગ પ્રવેશ પરીક્ષાઓ, શિષ્યવૃત્તિ પરીક્ષાઓ અને ઓલિમ્પિયાડ્સમાં વિદ્યાર્થી પસંદગી થવાનો પ્રમાણિત ટ્રેક રેકોર્ડ ધરાવે છે. ટેસ્ટ પ્રિપેરેટરી ઉદ્યોગમાં ૩૩થી વધુ વર્ષથી કામગીરીના અનુભવ સાથે, કંપની પાસે મેડિકલ અને એન્જિનિયરિંગ પ્રવેશ પરીક્ષાઓ અને કેટલીક ફાઉન્ડેશન લેવલની શિષ્યવૃત્તિ પરીક્ષાઓ ઓલિમ્પિયાડ્સમાં મોટી સંખ્યામાં પસંદગીઓ, 235થી વધુ આકાશ બાયફુસ કેન્દ્રો (ફ્રેન્ચાઇઝી સહિત) અને વાર્ષિક વિદ્યાર્થીઓની સંખ્યા 2,75,000 થી વધુ છે. આકાશ જૂથમાં થિન્ક એન્ડ લર્ન પ્રાઇવેટ લિમિટેડ (BYJU’S) તેમજ વિશ્વની સૌથી મોટી પ્રાઇવેટ ઇક્વિટી ફર્મ બ્લેકસ્ટોન દ્વારા રોકાણ કરવામાં આવ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular