Friday, January 16, 2026
Homeરાજ્યજામનગરખંભાળિયામાં બાઈકચોરીમાં સંડોવાયેલ તરૂણ ઝડપાયો

ખંભાળિયામાં બાઈકચોરીમાં સંડોવાયેલ તરૂણ ઝડપાયો

ખંભાળિયાના શ્રીજી સોસાયટી વિસ્તારમાં રહેતા મૂળ રાજસ્થાનના જાલોર જિલ્લાના રાણીવાડા તાલુકાના વતની સુરેશભાઈ જોહરાજી સોલંકી નામના 35 વર્ષના યુવાનની માલિકીનું રૂા. 15 હજારની કિંમતનું જીજે-10-બીએ-4132 નંબરનું હોન્ડા સીડી ડીલક્સ મોટરસાયકલની ચોરી થવા અંગેની ફરિયાદ શનિવારે અહીંના પોલીસ મથકમાં નોંધાવવામાં આવી હતી.

- Advertisement -

આના અનુસંધાને ખંભાળિયા પોલીસ દ્વારા કરવામાં આવેલી શોધખોળ તેમજ પોકેટકોપ એપ્લિકેશન અને સર્વેલન્સ સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરી, આ ગુનામાં સંડોવાયેલા અત્રે ગુલાબનગર વિસ્તારમાં રહેતા સાડા પંદર વર્ષના એક કાયદાથી સંઘર્ષિત કિશોરને ચોરીના ઉપરોક્ત હોન્ડા મોટરસાયકલ સાથે ઝડપી લેવામાં આવ્યો હતો.
આ સમગ્ર કાર્યવાહી પીઆઈ પી.એમ. જૂડાલ તથા સ્ટાફના હેમતભાઈ નંદાણીયા, ખીમભાઈ કરમુર, દિવ્યરાજસિંહ જાડેજા, પ્રદીપસિંહ જાડેજા, જેઠાભાઈ પરમાર, વિરેન્દ્રસિંહ જાડેજા, યોગરાજસિંહ ઝાલા તથા કાનાભાઈ લુણા દ્વારા કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular