દ્વારકામાં આવેલા આંબેડકર નગર વિસ્તારમાં રહેતા કારાભાઈ નાથાભાઈ ચાનપા નામના 35 વર્ષના અનુસૂચિત જાતિના યુવાનના ભાઈ બુધાભાઈને દ્વારકામાં રહેતા ભીમા પાગા ગઢવી નામના શખ્સ દ્વારા કોઈ દેખીતા કારણ વગર ફડાકા ઝીંકી લેતા આનાથી ફરિયાદી કારાભાઈ તથા તેમના ભાઈ બુધાભાઈ આરોપી ભીમાને સમજાવવા જતા તેણે ત્રિકમના લાકડાના હાથા વડે કારાભાઈને બેફામ માર મારી ઇજાઓ કર્યાની તેમજ જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ દ્વારકા પોલીસમાં નોંધાવવામાં આવી છે.
આ બનાવ અંગે દ્વારકા પોલીસે કારાભાઈની ફરિયાદ પરથી ભીમા પાગા ગઢવી સામે આઈપીસી કલમ 323, 504, 506 (2), જી.પી. એક્ટ તથા એટ્રોસિટી એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ એસ.સી. એસ.ટી. સેલના ડીવાયએસપી સમીર સારડા દ્વારા હાથ ધરવામાં આવી છે.