જામનગર તાલુકાના અલિયાબાડા ગામમાં રહેતા એક યુવાને પોલીસના ત્રાસના કારણે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ બનાવમાં પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના અલિયાબાડા ગામમાં રહેતા એક યુવાનને દારૂના ધંધા અંગે પોલીસ દ્વારા અવાર-નવાર ત્રાસ અપાતો હોવાનો આક્ષેપ કરી યુવાને ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો અને ત્યારબાદ આપઘાતનો પ્રયાસ કરેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ વીડિયોમાં યુવાને પોલીસના અવાર-નવાર અપાતા ત્રાસને કારણે જિંદગી ટૂંકાવું છું તેવો વીડિયો બનાવ્યો હતો. જે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો આ વાયરલ થયેલા વીડિયો અંગે પોલીસે તપાસ આરંભી હતી અને સારવાર માટે દાખલ કરાયેલા યુવાનનું નિવેદન નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.