Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં માનસિક વિકૃતત્તાના કારણે યુવકની ગળેફાંસો ખાઈ આત્મહત્યા

જામનગરમાં માનસિક વિકૃતત્તાના કારણે યુવકની ગળેફાંસો ખાઈ આત્મહત્યા

સોમવારે વહેલીસવારના સમયે પટ્ટો બાંધી આત્મહત્યાનો પ્રયાસ : સારવાર દરમિયાન મોત નિપજ્યું : પોલીસ દ્વારા મૃતદેહનો કબ્જો સંભાળી તપાસ

- Advertisement -

જામનગર શહેરના નાગરપરા વિસ્તારમાં ભાડે મકાનમાં રહેતા યુવકે માનસિક વિકૃતત્તાના કારણે તેના ઘરે બારીમાં પટ્ટો મારી આત્મહત્યા કરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના નાગરપરા શેરી નં.2 માં રહેતાં જાદવજીભાઈ અમૃતલાલ પંચમતિયા (ઉ.વ.59) નામના કંડકટર પ્રૌઢનો પુત્ર ઉમંગ પંચમતિયા (ઉ.વ.23) નામનો યુવક બીમાર અને બેચેન રહેતો હતો દરમિયાન સોમવારે વહેલીસવારના સમયે તેના ઘરે બારીમાં પટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પિતા જાદવજીભાઈ દ્વારા જાણ કરાતા હેકો આર.ડી. ગાંભવા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular