જામનગર શહેરમાં શનિવારે ચેટીચાંદ નિમિતે સિંધી સમાજ દ્વારા શોભાયાત્રા સહિતના આયોજનો કરવામાં આવ્યા હતાં.
આ શોભાયાત્રા અંગે જામનગરની એક યુવતી દ્વારા સોશ્યલ મીડિયા ઉપર ટીપ્પણી કરતાં સિંધી સમાજમાં રોષની લાંગણી છવાઇ હતી. આ અંગે સિંધી સમાજ દ્વારા ગઇકાલે પોલીસને રજૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ યુવતીએ માફી માંગી વિવાદીત પોસ્ટ હટાવી લેતાં મામલો થાળે પડયો હતો.
જામનગર શહેરમાં ચેટીચાંદના પર્વને અનુલક્ષીએ શનિવારે શનિવારે સિંધી સમાજ દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રા અંગે જામનગરની એક યુવતી દ્વારા વિવાદિત ટિપ્પણી કરતી પોસ્ટ સોશ્યલ મિડીયામાં મૂકવામાં આવી હતી. જેને લઇને જામનગર સિંધી સમાજમાં દુ:ખની લાગણી પ્રસરી હતી. સિંધી સમાજ સીટી-એ પોલીસ સ્ટેશને પહોંચી આ અંગે મોખીક રજૂઆત કરી હતી. તેને લઇ સીટી-એ પોલીસ દ્વારા યુવતીને શોધી પોલીસ મથકે બોલાવી હતી અને યુવતી દ્વારા સિંધી સમાજની માંગી હતી.તેમજ વિવાદીત ટિપ્પણી સાથેની પોસ્ટ હટાવી લીધી હતી. તેમજ નવી પોસ્ટ મુકી સોશ્યલ મિડિયા મારફતે પણ માફી માંગી હતી. આથી મામલો થાળે પડયો હતો.