જામનગર શહેરના લાલવાડી અટલ આવાસમાં રહેતી તરૂણીએ તેની માતાના આઠ મહિના પહેલાં થયેલા અવસાન બાદ માતાના વિયોગમાં ઘરે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી હતી.
આ બનાવની વિગત મુજબ શહેરના લાલવાડી અટલ આવાસમાં “કંકાવટી” ડી-505માં વસવાટ કરતાં સંજયભાઇ જેન્તીભાઇ વારા નામના યુવાનની પુત્રી જેનિશાબેન વારા (ઉ.વ.17) નામની તરૂણીની માતાનું આઠ મહિના પહેલાં બિમારી સબબ મોત નિપજયું હતું. માતાના મોત બાદ વિયોગમાં રહેતી પુત્રીને મનમાં લાગી આવતાં શુક્રવારે સાંજના સમયે ઘરે રૂમમાં રહેલા પંખામાં દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. આ બનાવ અંગે મૃતકના પિતા દ્વારા જાણ કરાતા હે.કો. આર. એ. જાડેજા તથા સ્ટાફએ સ્થળ પર પહોંચી જઇ મૃતદેહને પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી આરંભી હતી.


