જામનગરમાં ઢીંચડા રોડ સેનાનગરમાં રહેતા વૃધ્ધને વાલની બિમારી હોય ગઇકાલે શુક્રવારે તબિયત લથડતાં જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જયાં સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ નિપજયાનું તબીબોએ જાહેર કર્યું હતું. જામનગરના 58 દિ. પ્લોટમાં રહેતી યુવતી સેવકભાટિયા ગામે આવેલ તળાવમાં ન્હાવા માટે ગયા હોય ઉંડા પાણીમાં ડૂબી જતાં તેમનું મૃત્યુ થયું હતું.
આ અંગેની વિગત મુજબ જામનગરના ઢીંચડા રોડ સેનાનગર દુર્ગા એમ્પોરિયમની બાજુમાં રહેતા રામસહાય સૂર્યબલી ત્રિવેદી (ઉ.વર્ષ 80) નામના વૃધ્ધને વાલની બિમારી હોય ગઇકાલે તબિયત ખરાબ થતાં જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જયાં સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ નિપજયાનું તબીબોએ જાહેર કર્યું હતું.
જામનગરના 58 દિ.પ્લોટમાં રહેતી યુવતી મિતલબેન પબાભાઇ બોદર (ઉ.વર્ષ 18) નામની યુવતી તથા તેમના પિતા તેમના બહેનો સાથે જામનગર પોતાના ઘરેથી સેવકભાટિયા ખાતે આવેલ હોય અને તેઓ બધા તેમની વાડીની બાજુમાં આવેલ તળાવમાં ન્હાવા માટે ગયા હતા. આ દરમ્યાન મિતલબેન ઉંડા પાણીમાં ડૂબી જતાં તેનું મૃત્યુ થયું હતું. આ અંગે પબાભાઇ દ્વારા પોલીસને જાણ કરાતા હેકો. ટી.બી. જાડેજા તથા સ્ટાફે મૃત્યુ દેહનો કબજો સાંભળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.