Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં એસીના પાણી અંગે રજૂઆત કરવા જતાં યુવાનને ધમકી

જામનગરમાં એસીના પાણી અંગે રજૂઆત કરવા જતાં યુવાનને ધમકી

- Advertisement -

જામનગર શહેરમાં ગોવાળ મસ્જિદ સામે આવેલા નમન રેસીડેન્સીના પાર્કિંગમાં એસીનું પાણી રહેવાસીના ફલેટના પાર્કિંગ એરીયામાં પડવા બાબતે રજૂઆત કરવા ગયેલા યુવાનને ધમકી આપ્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ જામનગર શહેરમાં ગોવાળ મસ્જિદ સામે આવેલા નમન રેસીડેન્સીના પાર્કિંગ એરિયામાં અમીન ખફી નામના શખ્સના ઘરના એસીનું પાણી ધર્મેશભાઈ વડનગરાના ફલેટના પાર્કિંગ એરિયામાં પડતું હતું. જે બાબતે ધર્મેશભાઇ અમીન ખફીને રજૂઆત કરવા જતાં બંને વચ્ચે બોલાચાલી થતા અમિને ધર્મેશભાઈને તથા તેમના પરિવારજનોને પતાવી દેવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે ધર્મેશભાઈના પત્ની દ્વારા જાણ કરાતા એએસઆઇ કે.પી. જાડેજા તથા સ્ટાફે અમીન ખફી વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular