જામનગરના ગોકુલનગર વિસ્તારમાં રહેતા પ્રૌઢ સોમવારે સવારના સમયે તેના ટીવીએસ મોપેડ ઉપર કનસુમરા ગામના પાટીયા પાસેથી પસાર થતા હતાં ત્યારે પૂરઝડપે બેફીકરાઈથી આવતા અજાણ્યા ટ્રકચાલકે ઠોકર મારી હડફેટે લેતા પ્રૌઢનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.
અકસ્માતના બનાવની વિગત મુજબ,મૂળ રાજસ્થાનના કુંબલગઢ તાલુકાના મજેરા ગામના વતની અને જામનગરના ગોકુલનગર વિસ્તારમાં રહેતાં સોહનલાલ મેઘવાલ (ઉ.વ.50) નામના પ્રૌઢ સોમવારે સવારના સમયે તેના જીજે-10-સીએલ-7529 નંબરના ટીવીએસ મોપેડ પર કનસુમરા પાટીયા પાસેથી પસાર થતા હતાં ત્યારે પાછળથી પૂરઝડપે બેફીકરાઈથી આવતા અજાણ્યા ટ્રકચાલકે મોપેડને ઠોકરે ચડાવી હડફેટે લેતા પ્રૌઢને શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતા પીએસઆઈ ડી.સી. ગોહિલ તથા સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને મૃતદેહનો કબ્જો સંભાળી મૃતકના ભાઇ કિશનભાઈના નિવેદનના આધારે ટ્રકચાલક વિરુધ્ધ ગુનો નોંધી શોધખોળ આરંભી હતી.


