જામનગર તાલુકાના નવાનાગના ગામમાં રહેતાં યુવાન કાલાવડ નજીક આવેલા ફોરેસ્ટ ગોડાઉન સામેથી એક મીની ટે્રકટરમાં પસાર થતો હતો ત્યારે ટ્રેકટર પરનો કાબુ ગુમાવી દેતા પલ્ટી ખાઈ જતાં ગંભીર ઈજા પહોંચતા યુવાનને સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના નવાનાગના ગામમાં રહેતો અને ખાનગી પેઢીમાં નોકરી કરતો માવજીભાઈ નાનજીભાઈ રાઠોડ (ઉ.વ.32) નામનો યુવાન શુક્રવારે બપોરના સમયે કાલાવડ નજીક ફોરેસ્ટ ગોડાઉન સામેથી પસાર થતો હતો ત્યારે મીની ટ્રેકટર પરનો કાબુ ગુમાવી દેતા પલ્ટી ખાઇ જતાં અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં માવજીભાઈને શરીરના ભાગે ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર કારગત નિવડે તે પૂર્વે મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની જાણના આધારે પીઆઇ યુ.એચ. વસાવા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.