Saturday, December 6, 2025
Homeરાજ્યહાલારમીઠાપુરમાં ફ્રેન્ચાઇઝીના નામે યુવાન સાથે છેતરપિંડી

મીઠાપુરમાં ફ્રેન્ચાઇઝીના નામે યુવાન સાથે છેતરપિંડી

રૂા. 5.25 લાખની રકમ પડાવી લીધી : સુરતની યુવતીઓ સહિત છ સામે ફરિયાદ

ઓખા મંડળના મીઠાપુર તાબેના ભીમરાણા ગામે રહેતા ધીરેન્દ્ર કુમાર કરસનભાઈ પરમાર નામના 33 વર્ષના યુવાનને ફ્રેન્ચાઇઝીનો વ્યવસાય કરવો હોય, ગત તારીખ 12 સપ્ટેમ્બર 2024 ના રોજ તેમને મિનિસ્ટ્રી ઓફ એગના નામની ફ્રેન્ચાઇઝી અપાવવાનું કહી અને સુરત ખાતે રહેતા નિશાંત ધમનવાલા, રાજેશ ધમનવાલા, પ્રીતમ પ્યારે, કરન નામદાર, તનુશ્રી શર્મા અને દિક્ષિતા નામના છ વ્યક્તિઓએ મિલાપીપણું રચી અને સુરતની આઈ.સી.આઈ.સી.આઈ. બેન્કમાં સમયાંતરે રૂપિયા 395300, 64411, 50000 અને 27135 ની રકમ ટ્રાન્સફર કરાવીને ફરિયાદી ધીરેન્દ્રકુમારનું મિનિસ્ટ્રી ઓફ એગ આઉટલેટ ચાલુ કરાવી તેમાં માણસો મોકલ્યા હતા.

- Advertisement -

આ પછી માણસોએ તેમના રેસ્ટોરન્ટમાં નુકસાન કરતા તેમણે માણસો બદલી આપવાનું સુરતના આસામીઓને જણાવ્યું હતું. આરોપીઓએ માણસો પાછા બોલાવીને અન્ય માણસો મોકલ્યા ન હતા આ રીતે વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરવામાં આવી હોવા અંગેની ફરિયાદ ધીરેન્દ્રકુમાર પરમારે મીઠાપુર પોલીસ મથકમાં નોંધાવતા પોલીસે ભારતીય ન્યાય સંહિતાની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular