Friday, December 5, 2025
Homeરાજ્યગુજરાતનિકાવા પાસે બાઇકચાલકે કાબૂ ગૂમાવતા પાછળ બેસેલ યુવકનું મોત

નિકાવા પાસે બાઇકચાલકે કાબૂ ગૂમાવતા પાછળ બેસેલ યુવકનું મોત

રાજડા ગામથી નિકાવા ગામ જતા બાઇકસવારનો અકસ્માત : પોલીસ દ્વારા મૃતદેહને પીએમઅર્થે ખસેડાયો : બાઇકચાલક વિરૂઘ્ધ ગુનો નોંધાતા તપાસ

કાલાવડના રાજડા ગામથી નિકાવા ગામ જતાં હાઇવે પરથી પસાર થતાં મોટર સાયકલચાલકે કાબૂ ગુમાવા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં પાછળ બેસેલા યુવકનું પટકાતા ઘટના સ્થળે જ મોત નિપજયું હતું. પોલીસ દ્વારા મૃતદેહને પીએમઅર્થે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

- Advertisement -

અકસ્માતના બનાવની વિગત મુજબ રાહુલ દારીયાવસીંગ ચૌગડ નામનો યુવક પોતાનું જીજે03-એલએલ-5948 નંબરના મોટર સાયકલમાં ગઇકાલે બપોરના સમયે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના રાજડા ગામથી નિકાવા ગામ તરફ જઇ રહ્યો હતો. તેની સાથે સુરજ મુકામસિંગ ચૌગડ બાઇકમાં પાછળ બેઠા હતા. આ દરમ્યાન હાઇવે પર રાહુલએ પોતાનું મોટર સાયકલ પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી બાઇક પરથી કાબૂ ગૂમાવતા મોટરસાયકલ રોડની નીચે ઉતરી ગયું હતું. જેમાં બાઇકમાં પાછળ બેસેલ સુરજ મુકામસિંગ ચૌગડને કપાળ, ડોક તથા શરીરે ગંભીર ઇજાઓ થતાં તેનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજયું હતું. આરોપી રાહુલને પણ માથાના ભાગે તથા શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી.

આ બનાવની જાણ કરાતા પોલીસ દ્વારા મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો. આ અકસ્માતના બનાવ અંગે પ્રતાપભાઇ ગિલદારસિંહ ચૌહાણ દ્વારા રાહુલઇ દારીયાવસિંગ ચૌગડ વિરૂઘ્ધ ફરિયાદ નોંધાવાતા કાલાવડ હે.કો. એમ. એ. ચાવડા તથા સ્ટાફ દ્વારા આ અંગે વધુ તપાસ હાથ ધરી બાઇકચાલક રાહુલની અટકાયત કરવાની તજવીજ કરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular