જામનગર તાલુકાના ખીજડિયા ગામનો યુવાન તેના ઘરે જતો હતો ત્યારે દરેડ નજીક કુતરુ આડુ ઉતરતા બાઈક પરનો કાબુ ગુમાવતા સ્લીપ થવાથી ઘવાયેલા યુવાનને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના ખીજડિયા ગામમાં રહેતાં હાર્દિક લાલજીભાઈ વસોયા નામનો યુવાન ગઈકાલે તેના બાઈક પર ઘરે જતો હતો. ત્યારે દરેડ નજીકથી પસાર થતો હતો ત્યારે રસ્તામાં કૂતરુ આડુ ઉતરતા બાઈક પરનો કાબુ ગુમાવી દેતા અકસ્માત થયો હતો આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા હાર્દિકને 108 એમ્બ્યુલન્સ દ્વારા જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણ થતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.