જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં સોયલ ગામ નજીક યુવાન મોટરસાઈકલ લઇ સોયલ ગામથી પોતાની વાડીએ જતો હતો તે દરમિયાન મોટરસાઈકલ સ્લીપ થતા માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા ધ્રોલ સરકારી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું.
આ અંગેની વિગત મુજબ, ધ્રોલ તાલુકાના સોયલ ગામમાં રહેતાં નરેન્દ્રભાઇ રાઘવજીભાઈ પટેલની વાડીમાં રહેતાં મુકેશભાઇ દુતસિંગ કથોલિયા (ઉ.વ.26) નામનો યુવાન ગત શનિવારે રાત્રિના સમયે પોતાનું મોટરસાઈકલ લઇ સોયલ ગામથી વાડીએ જતો હતો તે દરમિયાન રસ્તામાં મોટરસાઈકલ સ્લીપ થઈ જતાં રસ્તાની બાજુમાં તાર ફેન્સીંગના થાંભલામાં અથડાઈ જતાં માથામાં તેમજ શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા 108 મારફત ધ્રોલ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબોએ મોત નિપજ્યાનું જાહેર કર્યુ હતું. આ અંગે સેકરિયાભાઈ દુતસિંહ કલસિયાએ પોલીસને જાણ કરતા હેકો એચ.બી. સોઢીયા સહિતના સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.