Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરજામનગરમાં દીવાલ ધરાશાયી થતાં ઇજાગ્રસ્ત યુવાનનું મોત

જામનગરમાં દીવાલ ધરાશાયી થતાં ઇજાગ્રસ્ત યુવાનનું મોત

શનિવારે બપોરે શંકરટેકરી વિસ્તારમાં અચાનક દીવાલ ધરાશાયી : ઓટલા પર બેસેલા યુવાનને ગંભીર ઇજા : રાજકોટની હોસ્પિટલમાં સારવાર કારગત ન નિવડી : પોલીસ દ્વારા કાર્યવાહી

જામનગર શહેરના શંકરટેકરી વિસ્તારમાં આવેલા પાણીના ટાંકા પાસેની દીવાલ અચાનક ધરાશાયી થતાં દીવાલ નીચે દબાઇ ગયેલા યુવાનને ગંભીર હાલતમાં જામનગર અને ત્યારબાદ રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં ત્યાં તેનું મોત નિપજયું હતું.

- Advertisement -

આ બનાવની મળતી વિગત મુજબ જામનગર શહેરના શંકરટેકરી વિસ્તારમાં મહમહશા પીરની દરગાહ સામે રહેતો અયુબભાઇ મામદભાઇ ખફી (ઉ.વ.42) નામનો મજૂરી કરતો યુવાન શનિવારે બપોરના સમયે તેના ઘર સામે આવેલા પાણીના ટાંકાની દીવાલ પાસેના ઓટલા ઉપર બેઠો હતો. તે દરમ્યાન અચાનક દીવાલ ધસી પડી હતી. જેના કાટમાળ નીચે દબાઇ જતાં અયુબભાઇને ગંભીર ઇજા પહોંચી હતી. દીવાલ ધસી પડતાં નાશભાગ થઇ ગઇ હતી. બનાવની જાણના આધારે ફાયરની ટીમ તથા પોલીસ તથા 108 એમ્બ્યુલન્સ સ્થળ પર પહોંચી ગયા હતા. જ્યાં કાટમાળ નીચેથી અયુબભાઇને બહાર કાઢી જામનગરની જી. જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેની હાલત વધુ નાજૂક જણાતા રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમ્યાન રવિવારે મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગેની જાણ મૃતકના ભાઇ યુસુફ ખફી દ્વારા કરવામાં આવતા એએસઆઇ ટી. કે. ચાવડા તથા સ્ટાફએ હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular